ચાલુ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવાના સંદર્ભે મહીસાગર ઇનચાર્જ જીલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

0
212આસીફ શેખ

લુણાવાડા,

ચાલુ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવાના સંદર્ભે મહીસાગર જીલ્લા પંચાયત કચેરી ખાતે ઇનચાર્જ જીલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.ડી.લાખાણીની ઉપસ્થિતિમાં જીલ્લા કક્ષાની બેઠક યોજાઇ.

જેમાં દરેક અઠવાડિયાની થીમ મુજબ પોષણ વાટીકા નું નિર્માણ, સગર્ભા બહેનો અને યુવતીઓ માટે યોગ, આંગણવાડી અને શાળાઓમાં ન્યુટ્રી ગાર્ડન નું નિર્માણ, અતિ કુપોષિત બાળકોને યોગ્ય પોષણ જેવા વિષય પર રચનાત્મક કામગીરી માટેનું આયોજન કરવામાં આવ્યું. સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, બાળકોને સ્થાનિક પોષણક્ષમ આહાર અંગેની જાગૃતિ આપવાનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં ઇનચાર્જ કલેક્ટરશ્રી એ, કુપોષણ વિરુદ્ધ સતત કામગીરી કરવાનું સૂચન તથા જરૂરી માર્ગદર્શન આપ્યું. અને એનિમિયાને અટકાવવા અને નાબૂદ કરવા માટે સાચું સ્ક્રીનીંગ અને પગલાં લેવા માટેનું સૂચનો કર્યા.

આ બેઠકમાં આઇ.સી.ડી.એસ.અધિકારીશ્રી ભાભોર, ખેતીવાડી અધિકારીશ્રી, રમત ગમત અધિકારીશ્રી, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here