જંબુસર તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ૪૮૨૧૦ હેક્ટર જમીનમાં ખરીફ પાકને મળેલ જીવતદાન.

0
145જંબુસર તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની

ધમાકેદાર એન્ટ્રી : ૪૮૨૧૦ હેક્ટર જમીનમાં

ખરીફ પાકને મળેલ જીવતદાન.

જંબુસર પથકમાં વરસાદના અછતના પગલે ચિંતાનું

મોજું ફરી વળ્યુ હતું. ત્યારે લાંબા સમય બાદ કૃ‌ષિ

યોગ્ય વરસાદ થતાં રાહતનો અનુભવ થયો હતો.

ખરીફ એવા ઊભા પાકને જીવતદાન મળ્યું હતું.

જંબુસર તાલુકામાં વરસાદની કાગડોળે જોવાતી

રાહ વચ્ચે મેઘાએ ફરી એકવાર કૃષિ યોગ્ય વરસાદની

રિ–એન્ટિ કરી છે. જંબુસર તાલુકામાં કાચા સોના રૂપી

વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

   જંબુસર તાલુકામાં ચાલુ સાલે ૪૮૨૧૦ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેમાં

         બાજરી ૨૫ હેક્ટર

         તુવેર ૧૬૧૦૦ હેક્ટર

         મગ ૨૦ હેક્ટર

         તલ ૮૦ હેક્ટર

      દિવેલા ૧૫ હેક્ટર

      કપાસ ૩૧૩૮૦ હેક્ટર

   શાકભાજી ૪૧૦ હેક્ટર

   ઘાસચારો ૧૮૦ હેક્ટર

                 ———————-

           કુલ ૪૮૨૧૦ હેક્ટર ખરીફ વાવેતર

   જંબુસર તાલુકામાં લાંબા સમય બાદ ફરી કૃષિ

યોગ્ય વરસાદ થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે.વરસાદની પધરામણી થતાં અવકાશી ખેતી પર

નિર્ભર આ તાલુકામાં ખરીફ પાકને જીવતદાન મળ્યું છે.

મેઘરાજાને મનાવવા લોકો ભજન કીર્તન , દુઆઓ

કરી હતી.આખરે કુદરતની મહેર થતાં જગતનો તાત

આનંદમાં આવી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here