જેતપુરમાં ધોરણ 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટેના ઓફ લાઈન શિક્ષણકાર્ય આજથી ચાલુ:શાળા બાળકોના કિલકીલાટથી ગુંજીઉઠી

0
218રિપોર્ટર ચુડાસમા વિક્રમસિંહ જેતપુર

જેતપુરમાં ધોરણ 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટેના ઓફ લાઈન શિક્ષણકાર્ય આજથી ચાલુ:શાળા બાળકોના કિલકીલાટથી ગુંજીઉઠી

જેતપુર શહેરમાં આજથી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટેનું ઓફલાઈન આજથી શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે, અને રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાયા પછી જેતપુર શહેરની તમામ પ્રાથમિક શાળાઓમાં આજથી ધોરણ 6,7 અને 8 માં ધોરણના વિદ્યાર્થીઓ માટેનું ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં ધીરે ધીરે કોરોના કેસ ખુબ જ ઓછા થતા રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસો પેહલા જ આ જાહેરાત કરી હતી કે, “હવે ધોરણ-6 થી 8ની શાળાઓ પણ ચાલુ કરવામાં અવિશે જેતપુરમાં પણ રાજ્ય સરકારના કોવિડ-19ના તમામ SOPનું પાલન કરી 50%ની હાજરી સાથે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે આવે એટલે તેમને આપવામાં આવેલા સંમતિપત્રક તથા સ્કૂલના ગેટ ઉપર જ શિક્ષકો દ્વારા હેન્ડસૅનેટાઇઝ, ટેમ્પરેચર માપી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

જેતપુરની શાળા નં-1 ના આચાર્ય રાજેશભાઇ તેજાણીએ જણાવ્યુ કે.

આજથી ધોરણ 6 થી 8ના ઑફલાઇન વર્ગો શરૂ થઇ ગયા છે તો ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓનું મન ચંચળ હોય છે. વિદ્યાર્થીઓને પહેલાની જેમ બેસવાની ટેવ હોવાથી સૌથી પેહલા વિદ્યાર્થીઓને કોવિડ-19ની માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ શિક્ષકોએ કલાસ રૂમ માં સરકાર દ્વારા આપવામાં આવેલ ગાઇડ લાઈન પ્રમાણે વિદ્યાર્થીઓની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આજથી ધોરણ-6 થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ થઇ ગયા છે તો બીજી બાજુ ઓનલાઇન વર્ગો પણ ચાલુ જ રહેશે.જેથી જે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કોરોના કે પછી અન્ય કારણના લીધે સ્કૂલે ના મોકલે તો તેવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસ પણ ચાલુ જ રહેશે. જેથી આવા વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ પણ પ્રકારનો કચાશ રહી નઈ જાય.

જેતપુર ઇન્ચાર્જ શાસનાધિકારી મનસુખભાઈ માલવીયાએ જણાવ્યું હતું કે

આજથી ઘોરણ-6 થી 8ની શાળાઓની શરૂઆત થઇ ગઈ છે. તો જેતપુરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હજી સુધી મધ્યાન ભોજનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આજ પેહલે દિવસ હોવાથી હવે ધીરે ધીરે બધા વાલીઓનું સંમતિ લઈ અમે મધ્યાન ભોજનની સરકાર ના પરિપત્ર પ્રમાણે વ્યવસ્થા કરીશું. કારણકે હાલ કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે.તેમની ગણતરી પાકા પાયે આકડો લઈ મધ્યાન ભોજનની વ્યવસ્થા આગામી સરકારના ગાઈડલાઇન પ્રમાણે કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here