જંબુસર પો.સ્ટે વિસ્તારના મગણાદ ગામે સંધ્યા હોટલની પાછળ બાવળની ઝાડીઓમા જાહેરમા તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જંબુસર પોલીસ

0
229

પોલીસ મહાનિરિક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ વડોદારા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી એ.જી.ગોહીલ સાહેબ નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની અસામાજીક પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.બારીયા નાઓ તથા જંબુસર પોલીસના પોલીસ સ્ટાફ સાથે જંબુસર પો.સ્ટે ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન હે.કો. સુનિલ ઓમકાર બ.નં.૧૭૩૧ નાઓને મળેલ બાતમી આધારે જંબુસર પો.સ્ટે.વિસ્તારના મગણાદ ગામે આવેલ સંધ્યા હોટલ પાછળ બાવળીની ઝાડીઓમાંથી જુગાર રમતા કુલ પાંચ જુગારીયાઓને જુગાર રમતા પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓ : (૧) રાજેશભાઇ નારણભાઇ ભાભાભાઇ જાતે મિયાત્રા રહે.મોરબી ગ્રીન લેન્ડ પાર્ક નાની વાવડ રોડ તા.જી.મોરબી (૨) સોહીલ બદ્દીન અલ્લીભાઇ જાતે લાખાણી રહે, મોરબી સનાડા બાય પાસ આંણદ નગર સોસાયટી તા.જી.મોરબી (૩) અનીલભાઇ કેસુભાઇ મેલાભાઈ જાતે ધંધુકીયા રહે. મોટા દહીસરા તા.મોટા માળીયા મિયાણા જી.મોરબી (૪) આબીદશા અકબરશા કાલુશા જાતે દિવાન રહે,જેના બાગ ગામ ટાંકી ફળીયું તા.દસાડા જી.સુરેન્દ્રનગર (૫) મહમંદ કરીમ કાશમ જાતે-મવર રહે.કાજેડા ગામ ઈશુરીયા ફળીયુ તા.માળીયા જી.મોરબી જસ કરેલ મુદ્દામાલ (૧)જપ્ત કરેલા રોકડા રૂપિયા- ૧૬,૯૦૦/-તથા (૨) મોબાઇલ નંગ-૦૩ કિ રૂ. ૧૫૦૦/- તથા (૩) પત્તા પાના નંગ-પર કિં રૂ૦૦/૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ ૧૮,૪૦૦/- નો મુદ્દામાલ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી (9) કે.વી.બારીયા પો.ઈન્સ.(૨) હે.કો. સુનિલ ઓમકાર બ.નં.૧૭૩૧ તથા (૩) પો.કો.કનકસિંહ મેરૂભાઈ બ.નં.૧૫૧૩ (૪) પો.કો. ગિરીશકુમાર છત્રસિંહ બ.નં.૧૭૫૭ (૫) પો.કો.હરીશભાઇ ભનાભાઈ બ.નં.૧૪૪૦ (૬) અ.પો.કો. અશ્વિનભાઇ સોરમાભાઈ બ.નં.૦૧૨૭૮ (૭) અ.પો.કો. વિપુલભાઇ લક્ષ્મણભાઈ બ.નં.૦૧૩૩૮ જંબુસર પોલીસ નાઓના ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here