ટંકારા વિસ્તારમાં ખનીજ માફિયા રાજ ?? તંત્ર મૌન કેમ ?

0
258

અહેવાલ દેવ સનાળિયા

મોરબી જિલ્લામાં ખનીજ માફિયા રાજ જ ચાલી રહ્યુ છે શું અધિકારીઓની રહેમ હેઠળ ચાલતું હશે ? મોરબી જિલ્લાના દરેક તાલુકામાં ખનીજ માફિયાનું રાજ ચાલી રહ્યું છે

મોરબી જિલ્લા ના ટંકારા માં બેફામ રીતે સરકારી જમીન પર થી ખનીજ માફિયાઓ દ્વારા રેતી અને માટીની ખુલ્લે આમ ચોરી થઈ રહી છે અમુક વિસ્તારમાં તો ખુલ્લે આમ દેખાય શકે તે રીતે ખનીજ માફિયાઓ દ્વારા માટી ભરવામાં આવી રહી છે તો અમુક સ્થળે થી રેતી આ બંને સ્થળ પર ખુલ્લેઆમ ખનીજ માફિયાનું રાજ ચાલે છે તે સિવાય પણ અન્ય સ્થળો પર પણ ખનીજ ચોરી થઈ રહી છે

ખનીજ માફિયાઓ જે રીતે ચોરી કરી રહ્યા છે તે પોલીસ ને કેમ ધ્યાનમાં નથી આવતી ?? કે અન્ય નેતાઓ અને પોતાનાં ખીચા ગરમ કરવામાં ધ્યાન માં આવતું નથી ?? આ બાબતે ખાણ ખનીજ વિભાગ શા માટે આગળ આવતું નથી ?? ખાણ ખનીજ વિભાગમાં કોઈ વ્યક્તિ વહીવટદાર ની ભૂમિકા ભજવી રહ્યો છે તેવું લોક મુખે સાંભળવામાં મળ્યું છે તો જ આ રીતે જિલ્લા માં ખનીજ માફિયાઓ રાજ કરી શકે શા માટે ખનીજ માફિયાઓ સામે આકરા પગલાં લેવામાં આવતા નથી ?

આ અંગે મોરબી જિલ્લા પોલીસ વડા અને ખાણ ખનીજ ના અધિકારીઓ તપાસ કરે તો સાચી હહિકત સામે આવી જશે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here