ડાંગ:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ દ્વારા શાકભાજી પાકોમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી ધરૂઉછેરની તાલીમ યોજાઈ

0
248

ડાંગ:- મદન વૈષ્ણવ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ દ્વારા શાકભાજી પાકોમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી ધરૂઉછેરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું
ડાંગ જિલ્લો છેલ્લા થોડા વર્ષોથી શાકભાજીની ખેતીના વાવેતર વિસ્તારમાં આગળ વધી રહ્યો છે. શાકભાજી પાકોમાં સારૂ ઉત્પાદન અને વધુ નફો મેળવવા માટે સારી ગુણવત્તાના ધરૂનો ઉપયોગ કરવો જરૂરી છે. ડાંગ જિલ્લામાં ખેડૂતો રીંગણી, મરચી અને ટામેટીના ધરૂ પોતાની ચીલાચાલુ પધ્ધતિથી તૈયાર કરતાં હોય છે અથવા આજુબાજુના જીલ્લામાથી તૈયાર ધરૂ લાવીને વાવેતર કરતાં હોય છે. આ બાબતને અનુલક્ષીને જિલ્લાના ખેડૂતોને શાકભાજી પાકના ધરૂઉછેરમાં પગભર કરવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ (ડાંગ) દ્વારા વૈજ્ઞાનિક પધ્ધતિથી ધરૂઉછેર માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૦૨/૦૯/૨૦૨૧ દરમિયાન યોજાયેલ

આ તાલીમમાં શ્રી હર્ષદ પ્રજાપતિ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા ખેડૂતોને ધરૂઉછેરનું મહત્વ સમજાવતા જણાવવામાં આવ્યું હતું કે આપણે ચીલાચાલુ પધ્ધતિથી ધરૂઉછેર છોડીને વૈજ્ઞાનિક પધ્ધતિથી ધરૂઉછેર કરવું જરૂરી છે. વૈજ્ઞાનિક પધ્ધતિમાં પ્લગ ટ્રે માં ધરૂઉછેર કરવાથી ઓછા સમયમાં સારા અને તંદુરસ્ત ધરૂ આપણે મેળવી શકી છીએ. ડાંગ જિલ્લામાં વૈજ્ઞાનિક પધ્ધતિથી જાતે જ ધરૂઉછેર કરવાથી ખેતી ખર્ચ તથા સમયના બચાવની સાથે સાથે તંદુરસ્ત ધરૂ રીંગણી, મરચી અને ટામેટી જેવા પાકો તૈયાર કરી શકાય છે. આ તાલીમમાં શ્રી પ્રજાપતિ દ્વારા ખેડૂતોને નિદર્શન પધ્ધતિ તથા ફિલ્મ શો ના માધ્યમથી ધરૂઉછેરની વિશેષ માહિતી આપવામાં આવી હતી. આ તાલીમની સાથે સાથે સાજુપાડા ગામમાં શ્રી બીપીન વહૂનીયા દ્વારા ડાંગર પાકમાં ડાયગ્નોસ્ટીક વીઝીટ અને ફિલ્ડ વીઝીટ તથા શ્રી હર્ષદ પ્રજાપતિ દ્વારા કિચન ગાર્ડનના અગ્રિમ હરોળ નિદર્શન યુનીટની મુલાકાત કરીને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમમાં સાજુપાડા અને બરડીપાડા ગામમાંથી ૩૦ થી વધારે ખેડૂત ભાઈ-બહેનો જોડાયેલ હતા અને શાકભાજીના ધરૂઉછેરમાં સક્ષમ બનવાનો નિર્ધાર કર્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here