દુબઈથી અમદાવાદ આવેલો આફ્રિકન નાગરિક 6 કરોડના કોકેઈન સાથે એરપોર્ટ પરથી ઝડપાયો

0
224ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થની હેરાફેરીના કિસ્સા સામે આવી રહ્યા છે. એવામાં આજે શુક્રવારે અમદાવાદ એરપોર્ટ પરથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ આશરે 6 કરોડના કોકેઈન સાથે દુબઈથી આવેલા એક આફ્રિકન નાગરિકને ઝડપી પાડ્યો છે.

આજે શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ને મોટી સફળતા મળી છે. NCBએ દુબઈથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચેલા એક આફ્રિકન નાગરિકને અંદાજે 6 કરોડ રૂપિયાની કિંમતના કોકેઈન સાથે ઝડપી પાડ્યો છે.

NCBએ શરૂ કરી તપાસ

NCBએ દુબઈથી અમદાવાદ આવી પહોંચેલો આ આફ્રિકન નાગરિક કોકેઈનનો આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને અમદાવાદ આવ્યા બાદ કોણે પહોંચાડવાનો હતો, તે દિશામાં તપાસ આરંભી છે. આ સાથે તે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં સંકળાયેલો છે કે કેમ? અને ગુજરાતમાં તેના સંપર્કો અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

12 ઓગસ્ટના રોજ પણ અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું હતું કોકેઈન

ઉલ્લેખનીય છે કે, ગત 12 ઓગસ્ટના રોજ પણ અમદાવાદ એરપોર્ટના ઈમિગ્રેશન વિભાગમાંથી ડેરિક પિલ્લાઈ નામના એક શખ્સને 4 કિલો કોકેઈન સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપી દિલ્હીથી અમદાવાદ ફ્લાઈટમાં આવી રહ્યો હતો. તેની પાસેથી પકડાયેલા કોકેઈનની બજાર કિંમત અંદાજે 20 કરોડ આંકવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here