પોરબંદરને કેરોસીન મુક્ત જિલ્લો બનાવવામાં આવશે…

0
212

પોરબંદર
રિપોર્ટર :- હાર્દિક જોષી

પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા વર્ષ- 2021 – 22માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-2 અંતર્ગત સમગ્ર દેશમાં એક કરોડ ગેસ કનેકશન વિતરણ માટેની કરાયેલી જાહેરાતનાં પગલે પોરબંદર જિલ્લાનાં AAY તથા BPL કેરોસીન કાર્ડ ધારકોને વિનામૂલ્યે LPG ગેસ કનેકશનનો લાભ મળશે.


આ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યને કેરોસીન મૂક્ત કરવાના ઉદેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા બાકી રહેતા 10 લાખ જેટલા લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કનેકશન આપવા માટે લક્ષ્યાંક નિયત કરાયેલ છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લાને કેરોસીન મૂક્ત જિલ્લો બનાવવા જિલ્લા પુરવઠા તંત્ર દ્રારા કામગીરી હાથ ધરવામાં આવી છે. કેરોસીન કાર્ડ ધારકો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના- 2નો લાભ મેળવે અને જિલ્લાને કેરોસીન મૂક્ત બનાવે તેમ જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંક દ્વારા જણાવાયું છે. આ યોજનાનો લાભ લેવા નજીકની ગેસ એજન્સીમાં જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવા જણાવાયું છે. આ બાબતે જિલ્લાના તમામ ગેસ એજન્સીઓની પણ મિટિંગ લઈને તેઓને પણ સૂચના આપવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here