રિલીફ રોડ પર પોલીસ સ્ટાફ , ટી.આર.બી. જવાનો ની ટીમ સરપ્રાઈઝ ચેકિંગમાં નિકળ્યા…

0
225

અમદાવાદ ના સતત ટ્રાફીક વાળો વિસ્તાર રીલીફ રોડ જે કાલુપુર સુધી ટ્રાફિક ની સમસ્યાઓ દિવસે ને દીવસે વધતી જાય છે તેનું મુખ્ય કારણ આડેધડ પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણ હોવાથી અસંખ્ય વાહનો પાર્કિંગ થાય છે અને વાહનચાલકોને ટ્રાફિક ની સમસ્યાનો સામનો કરવો પડે છે

રિલીફ રોડ પર ટ્રાફિક ના ભારણ ઓછું થાય તેના ભાગ રૂપે પોલીસ સ્ટાફ , ટી.આર.બી. જવાનો, ટ્રાફિક પોલીસ અને ટોઇનવાહન અને દબાણ ખસેડવાની ગાડી અને તેમનો સ્ટાફ ચેકિંગમાં નિકળ્યા હતા જેમાં આડેધડ પાર્ક કરેલા વાહન માલિકો પાસેથી દંડ વસુલયો હતો, સમગ્ર પોલીસ ટીમ લાલદારવાજા વિજળી ઘરથી રિલીફ રોડ પર ચાલતા ચાલતા ચેકીંગ હાથ ધર્યુ હતું.

પોલીસ ની ટીમ જોઈને ઘણાય વાહન ચાલકો હાલ રોડ પર વાહન પાર્ક કરતા હતા તે પાર્કીંગ ની જગ્યા પર જવા મજબુર બન્યા હતા, પોલીસ ચેકીંગ પછી રિલીફ રોડ પર ટ્રાફિક હળવો થયો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here