વિશ્વ ની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહાનુભવો ના હસ્તે ઇ રીક્ષા નું લોકાર્પણ કરવામાં આવ્યું

0
250

વિશ્વ ની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહાનુભવો ના હસ્તે ઇ રીક્ષા નું લોકાર્પણ કરવામાં આવ્યું

વસીમ મેમણ તિલકવાડા

વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વિવિધ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે આ પર્યટક સ્થળ પર દુનિયાના ખૂણે ખૂણામાંથી પર્યટકો આવતા જોવા મળી રહ્યા છે કેવડીયાકોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી નો વિકાસ થતા જ આસપાસના વિસ્તારના યુવાનોને રોજગારી મળી રહી છે


માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી ના અથાગ પ્રયાસો બાદ વિશ્વ ની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસ પાસ અનેક પ્રોજેકટ ની શરૂઆત કરવામાં આવી છે આદિવાસી વિસ્તારના લોકોને આગળ લાવવા માટે સરકાર તરફથી અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજ રોજ ભાજપ પ્રદેશ કારોબારી ના ત્રીજા દિવસે પ્રદેશ ભાજપ ના અધ્યક્ષ સી આર પાટીલ / ધારાસભ્ય હરેશભાઇ સંઘવી / નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ / જિલ્લા મહામંત્રી નિલ રાવ / સહિત અન્ય મહાનુભવો ની આગેવાનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આંતરિક સફર માટે ઈલેક્ટ્રીક રીક્ષા ( ઇ રીક્ષા ) નું લોકાર્પણ કરવામાં આવ્યૂ છે

ઇ રીક્ષા ના લોકાર્પણ થવા થી પ્રદુષણ માં ઘટાડો થશે અને હવામા થતા પ્રદુષણને કઈક અંશે રોકી શકશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસ પાસના વિસ્તારની આદિવાસી સમાજની યુવક અને યુવતીઓને રોજગારી મળી રહે તે માટે વધુ એક પ્રયાસ કરીને યુવતીઓને રીક્ષા ચલાવવા માટે નોકરી આપવામાં આવી છે આ મહિલાઓને રીક્ષા ચલાવવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here