સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રાયોગિક ધોરણે ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણ : તમામ ઇ-રીક્ષા ચાલક સ્થાનિક આદિવાસી મહિલાઓ

0
387 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રાયોગિક ધોરણે ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણ : તમામ ઇ-રીક્ષા ચાલક સ્થાનિક આદિવાસી મહિલાઓ

– પર્યાવરણની જાળવણી સાથે મહિલાઓને સ્થાનિક આદિવાસી મહિલાઓને સ્વ-રોજગાર આપવાનુ પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થવા તરફ

– પ્રથમ દિવસે સાંસદ સી.આર.પાટીલ અને ધારાસભ્ય હર્ષ સંઘવીએ ઇ-રીક્ષામાં સફર કરી.

રાજપીપળા : જુનેદ ખત્રી

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયા બાદ અહીંયા અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ વિશ્વકક્ષાએ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવાસનને વેગ મળે તેની સાથોસાથ આ વિસ્તાર નું પર્યાવરણ સ્વચ્છ રહે તેની જાળવણી થાય તે માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા આ વિસ્તારને ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી બનાવવાનું જાહેર કરવામાં આવ્યું છે

પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે દિશામાં પ્રધાનમંત્રી મોદી દ્વારા દિશા નિર્દેશો કરાયા હતા આ દિશામાં ગત ૫ જુન ૨૦૨૧નાં રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નાં રોજ પ્રધાનમંત્રીએ SOUADTGA વિસ્તારમાં પ્રદુષણ ઓછુ થાય તેવા આશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો જેને સાકાર કરતા આજથી ૧૦ જેટલી મહિલા સંચાલિત ઇ-રીક્ષાનું આજે પ્રાયોગિક ધોરણે અમલીકરણ કરવામાં આવ્યુ છે.

આ માટે કેવડીયા સ્થિત એકતા સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર ખાતે ૬૦ જેટલી સ્થાનિક આદિવાસી મહિલાઓને ઇ-રીક્ષા પરિચાલનની વિધિસરની તાલીમ આપવામાં આવી છે જેથી મહિલાઓ પગભર થઇ શકે,હાલમાં ૨૭ જેટલી મહિલાઓની બીજી બેચને પણ ઇ-રીક્ષા ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.

આજે પ્રથમ દિવસે જ કેવડીયામાં પધારેલ નવસારી સાંસદ સી.આર.પાટીલે મહિલા સંચાલિત ઇ-રીક્ષામાં સવારી કરી હતી તેઓની સાથે મજુરા વિધાનસભાનાં ધારાસભ્ય હર્ષ સંઘવી પણ જોડાયા હતા.સાંસદ સી.આર.પાટીલે પોતાનાં પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે, આ વિસ્તાર દેશનો પ્રથમ ઇ-વ્હિકલ વિસ્તાર બનાવવાનો નિર્ધાર માનનીય પ્રધાનમંત્રી એ વ્યકત કર્યો હતો અને આજથી તેનું પ્રથમ ચરણની શરુઆત થઇ છે આજે હું મહિલાઓ સંચાલિત ઇ-રીક્ષામાં પ્રવાસ કર્યો છે મને ઘણો આનંદ થયો અને બહેનોને પણ હું અભિનંદન પાઠવુ છુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here