નેત્રંગ તાલુકામાં રીટાયર્ડ આર્મી જવાન ફરી-ફરી સહી ઝુંબેશ ચલાવશે.

0
210 

127 દિવસ ગામડાઓ ખૂંદી સંસ્કૃત ભાષાને પુનર્જીવિત અને લવ જેહાદની જાગૃતિ ફેલાવશે.

પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.

ભરૂચ જિલ્લાના રીટાયર્ડ આર્મી જવાને 127 દિવસમાં ભરૂચ જિલ્લાના દરેક ગામે ગામ જઈ બે મુદ્દાના મિશન અંતર્ગત સહી ઝુંબેશ કરશે.પ્રવાસ દરમિયાન ગામના સરપંચ , વડીલો , સમાજસેવક, શિક્ષકો , વિદ્યાર્થીઓ અને યુવાધનને મળી સમાજમાં રહેલી બદી દુર કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. રામાયણ, મહાભારત ,વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત ગીતા જેવા ગ્રંથો સગર્ભા સ્ત્રીઓ અભ્યાસ કરે તેવી સમજણ આપશે. ગામડે ગામ ફરી તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષાને પુનર્જીવિત કરવા અને બીજો લવજેહાદને લઇ જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરશે.
રીટાયર્ડ આર્મી વિરસિંહભાઈ ગોહિલ ભરૂચ જિલ્લાના ભુવા ગામના છે.તેમણે સંસ્કૃત ભાષા આપણી સનાતની ભાષા છે . જે અત્યારે સાવ નામશેષ થવાના આરે ઉભી છે . જેથી સરકારને માંગ કરવાની છે કે ધોરણ-૧થી ફરજિયાત સંસ્કૃત ભાષાને અભ્યાસક્રમમાં લાવવામાં આવે અને બીજો મુદ્દો લવ જેહાદ દરેક સનાતની ધર્મમાં ગામેગામ બની રહ્યા છે. ગામના છોકરા છોકરી ભાગી જતા હોય છે . મહિના બાદ સિવિલ કોર્ટ મેરેજ કરી લે છે જેમાં મા બાપની જરૂર પડતી નથી . આ કાયદામાં બદલાવ લાવવા ઝુંબેશ ઉપાડવામાં આવી છે. કોર્ટ મેરેજમાં સાક્ષીઓમાં અન્ય લોકોની બદલીમાં મા બાપની સાક્ષીએ લગ્ન થવા જોઈએ . બાળકોને માબાપે નાનાથી મોટા કર્યા હોય એટલે તેનો હક હોવો જોઈએ માટે સરકારે આ કાયદાની અંદર બદલાવ લાવવો જોઈએ.
127 દિવસના પ્રોજેક્ટમાં ગાંધીધામથી શરૂઆત કરી હવે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં પ્રવાસ કર્યા જેમાં જંબુસર આમોદ અને વાગરા હવે નેત્રંગ તાલુકામાં શરૂઆત કરી છે .ત્યાર પછી ઝઘડીયા ,વાલીયા ,હાંસોટ, અંકલેશ્વર અને ભરૂચમાં સ્વખર્ચે આ દેશના જવાન વિરસિંહભાઈ ગોહિલ પ્રવાસ કરી લોકોમાં સમજણ આપશે અને 127 દિવસ દેવઊઠી એકાદશીના દિવસે પુરા થશે ત્યારબાદ સરકારને આ બે મુદ્દા પર લોકોની સહી વાળું ભરૂચ કલેકટરને આવેદન આપી સંસ્કૃત ભાષાને ભણતરમાં લાવવા અને લવ જેહાદને નાબૂદ કરવા માંગ કરશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here