પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારના ખેડૂતો ની સાંસદ શ્રી ને રજુવાત..

0
234પોરબંદર
રિપોર્ટર :- હાર્દિક જોષી


જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં ૧૩મી સદીમાં થયો હોવાનું શંભુપ્રસાદ દેસાઈ નોંધે છે. ફળદ્રુપ ધરતીના કારણે ઘેડ પ્રદેશ સમૃદ્ધ ગણાય છે. કુતિયાણાથી પોરબંદર જતાં દક્ષિણે ઘેડ પંથકનો પ્રારંભ થાય છે. માધવપુરમાં વહેતી છેલ નદી મહિયારીથી આગળ વધી બાંટવાના સિમાડે થઈ બગસરા પહોંચે છે. ત્યાં બીજી નદીઓ મળે છે. એ વિસ્તાર મોટા ઘેડના નામે ઓળખાય છે. છેલ નદી આગળ જતાં ખમીદાણા, સુજ, ખીરસરા પાસે કાંપ ઠાલવે છે તેથી ત્યાંની ધરતી મબલખ પાક પકવે છે. આ વિસ્તાર નવલખા ઘેડ તરીકે પણ જાણીતો છે.

ઘેડમાં ભાદર, છેલ, ઓઝત, મધુવંતી, મેધલ, ઉબેણ, કાલુન્દ્રી અને ઝાંજેસરી જેવી નદીઓ આવેલી છે. ચોમાસાની ઋતુમાં આ પ્રદેશમાં શ્રાવણ માસ અર્ધો ઉતરે ન ઉતરે ત્યાં સુધી પાણી ભરાયેલાં રહે છે. નવી બંદર પાસે ભાદર નદી સમુદ્રને મળે છે. *ત્યાંનું બારું* જો ન ખૂલે તો જન્માષ્ટમી સુધી ઘેડના ખેડૂતો ઘેર જ રહે છે. પાણી ઉતરે ને વરાપ થાય પછી વણ (કપાસ) , જુવાર કે ચણા વાવે છે. તે પાકે ત્યાં સુધી માત્ર ધ્યાન જ રાખવાનું. એટલા માટે ઘેડ વિસ્તારના ખેડૂતોની માંગણી માનનીય સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ને છે કે સોમનાથ વેરાવળ નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યું છે ત્યારે નરવાઈ માતાજીના મંદિર થી આગળ ચીકાસા ગામ ની વચ્ચે જે પાથરા તરીકે જગ્યા જાણીતી છે તે જગ્યા ખાસ કરી ને ચોમાસા દરમ્યાન પાણીના નિકાલ માટે તેની ઉપર જો બ્રિજ (પુલ )બનાવવા આવે તો આ ઘેડ વિસ્તારના ત્રીસ થી પાંત્રીસ જેટલા ગામો ને ચોમાસા દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો ન પડે કારણકે જો આ જગ્યા ઉપર યોગ્ય બ્રિજ બનાવવામાં ના આવે તો આખો ઘેડ વિસ્તાર પાણીથી જળ બંબાકાર થઈ જાય તેવી ખેડૂતો ની સાંસદ શ્રી ને ભલામણ છે. અને નેશનલ ઓથોરિટી ને તે જગ્યા ઉપર બ્રિજ (પુલ ) બનાવવા સૂચન કરે.
ખડ કે નીંદણ કંઈ કરવાનું નહીં એટલે લોકકવિ કહે છે:

નાખો એટલું નીપજે, ને કરીએ એટલી ખેડ,
નહીં નીંદવું નહીં ખોદવું, ઘમ કે ગોરંભ ઘેડ.

ચોમાસાની મોસમમાં ખેડૂતો ઢીંચણસમો ગારો ખુંદીને ખેતરે ભલે જવું પડે પણ રસાળ ધરતીમાંથી અઢળક ઉપજ આવે એટલે એનું વળતર મળી જાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here