વિજાપુર વસઇ ના કનેરીપરા માં આધેડ ઉપર હુમલો કરનાર ચાર સામે ફરીયાદ નોંધાઇ

0
129

વિજાપુર વસઇ ગામે આધેડ ઉપર હુમલા ને લઈને ચાર સામે ફરીયાદ નોંધાઇ
જાન થી મારી નાખવાની ધમકી આપતા આધેડ પોલીસ મથકે પોહચ્યાવિજાપુર તાલુકા ના વસઇ કનેરીપરા માં કરિયાના ની દુકાન ચલાવતાં આધેડે રસ્તામાં ભીભત્સગાળો જાહેરમાં નહી બોલવા નું કેહતા ગડદાપાટું નો માર મારીને જાન થી મારી નાખવાની ધમકી આપતા ગામના જ પાંચ ઈસમો સામે ફરીયાદ નોંધાઇ છે આ અંગેની મળતી માહીતી મુજબ વસઇ ગામ ના કનેરીપરા માં કરિયાના ની દુકાન ચલાવતા રમેશભાઈ કાન્તિલાલ પટેલે ગામના ચાવડા નરેન્દ્રસિંહ ને જાહેરમાં રસ્તા માં ભીભત્સ ગાળો બોલતા હોઈ ગાળો બોલવા નું ના કહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે બકો જશુજી એ અન્ય ત્રણ જણા ચાવડા અજયસિંહ દિલીપસિંહ તેમજ ચાવડા રજુજી ભરતસિંહ તેમજ રાણા હિમ્મતસિંહ વિક્રમસિંહ ને મોબાઈલ કરીને બોલાવીને એકબીજા ની મદદગારી કરીને રમેશભાઈ પટેલ ને માર મારી હુમલો કરતા તેમજ ગાળો બોલીને ટોળુ બનાવી ને ગડદાપાટું નો માર મારીને ઈજાઓ પોહચાડી જાન થી મારી નાખવાની ધમકી આપતા ચાર લોકોની સામે ફરીયાદ નોંધાઇ છે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
સૈયદજી બુખારી વિજાપુર


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here