કાલાવડના પશુ અત્યાચાર ધારાના બે આરોપીની જામીન અરજી બીજી વખત નામંજુર કરાઇ

0
209

કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમને બાતમી મળી હતી કે, તા.23 જુન 2021ના રોજ કેટલાક શખ્સો ગાયોને ગેરકાયદેસર રીતે કાલાવડથી રાજકોટ કતલખાને લઇ જવાના છે. તેથી વોચમાં ઉભેલી ટીમે મધરાતે લક્ષ્મીપુર-ગોલાણીયા ચોકડીએ એક આઇશર ટ્રક રોકીને તેનું ચેકીંગ કરતા 8 ગાયો ક્રુરતા પુર્વક દોરડા વડે દયાજનક રીતે બાંધવામાં આવી હતી.

ડ્રાઇવર-કલીનર પાસે પશુઓને હેરફેર કરવા સબબ કોઇ પરમીટ કે, પ્રમાણપત્ર ન હતું. તેથી કાલાવડ ગ્રામ્ય પોલીસે ડ્રાઇવર અરવિંદ ઉર્ફે કાળુ દેવશીભાઇ મકવાણા અને સુનિલ ઉર્ફે ભાણો મુકેશભાઇ વાઘેલા નામના જેતપુર તાલુકાના બે શખ્સોની ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓએ જામીન મુકત થવા અરજી કરી હતી. પરંતુ અદાલત દ્વારા તે નામંજુર થઇ હતી.

જે બાદ પોલીસ દ્વારા આરોપીઓ સામે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. જે બાદ બન્ને આરોપીઓએ ફરી જામીન અરજી મુકી હતી. જેની સુનવણી થઇ જતાં અદાલતે સરકાર દ્વારા પશુ અત્યાચારના કેસો અટકાવવા માટે નિમાયેલા ખાસ સરકારી વકીલ ગીરીશભાઇ ગોજીયાની રજૂઆતો ધ્યાને રાખીને બન્ને આરોપીઓની જામીન અરજી રદ કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here