માળીયાના બગસરા ગામે પાંચ જુગારીઓને પકડી પાડતી માળિયા પોલીસ

0
282

રીપોર્ટ ઈશાક પલેજા

મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા મોરબી જિલ્લામાં પ્રોહી.બંધી સદંતર નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અંગે નાયબ પોલીસ અધિકારી રાધિકા ભારાઈ તથા મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.સરવૈયા ના માર્ગદર્શન હેઠળ માળીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એચ.સુડાસમાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલેન્સ સ્ટાફ કાર્યરત હતા તે દરમિયાન માળીયાના બગસરા ગામ ના જાપા ની બાજુ માં આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસે હીરાભાઈ રવાભાઈ મોરવાડિયા બગસરા તાલુકો માળીયા વાળા નાલ ઉઘરાવી જુગાર રમતા હોય ત્યારે માળીયા પોલીસ ટીમ છાપો મારતા પાંચ પતા પ્રેમીઓને રોકડ રકમ રૂપિયા ૩૪૩૮૦ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

મળતી માહિતી મુજબ માળીયા ના બગસરા ગામે જાપાની બાજુમાં આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસે માળીયા પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી સુખા ભાઈ દેવાભાઈ સોમાણી ઉમર વર્ષ ૩૧ રહે વવાણીયા બાબુભાઈ ટપુભાઈ સોમાણી ઉંમર વર્ષ ૨૦ રહે વવાણીયા પ્રેમજીભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા ઉંમર વર્ષ ૨૧ રહે જામનગર મૂળ વવાણીયા મણિલાલ વશરામભાઈ વાગડિયા ઉંમર વર્ષ ૬૦ રહે નાના ભેલા રહીમભાઈ દાઉદભાઈ મીયાણા ઉંમર વર્ષ ૪૦ રહે વવાણીયા વાળાને માળીયા પોલીસ ટીમે રોકડ રકમ રૂપિયા ૩૪૩૮૦ સાથે ઝડપી પાડયા હતા અને આરોપી હીરાભાઈ રાવા ભાઈ મોરવાડિયા રહે બગસરા અને અબ્બાસભાઈ સિદ્દીક ભાઈ રહે વવાણીયા વાળા ભાગી છૂટતા બંને આરોપીઓને પકડવા માળીયા પોલીસે તજવીજ હાથ ધરી આ કામગીરી કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડા તથા વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા હિતેષભાઇ મકવાણા અને પોલીસ હેડ કોસ્ટેબલ સંજયભાઈ દિલીપભાઈ રાઠોડ તથા જયપાલ ભાઈ જેસીંગભાઇ લાવડીયા તથા ભગીરથસિંહ વિજયસિંહ ઝાલા અને અબરીષભાઈ મારવણીયાએ કરી હતી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here