સાગબારા તાલુકાના ટાવલ ગામ ખાતે આમ આદમી પાર્ટી ની જન સંવેદના યાત્રા નો કાર્યક્રમ યોજાયો.

0
205તાહિર મેમણ – ડેડીયાપાડા : જન સંવેદના યાત્રા” સાથે આમ આદમી પાર્ટી ના નેતા અને VTV ગુજરાતી સમાચાર ના પૂર્વ એડિટર  અને મહામંથન કાર્યક્રમ દ્વારા દરેક સમાજ, ખેડૂતો, આદિવાસીઓ, મજૂરો ના હક માટે અવાજ ઉઠાવનાર ઈસુદાન ગઢવી સાગબારા તાલુકા માં પોહચ્યા. પ્રથમ તો તેઓ એ સાગબારા તાલુકા માં પ્રવેશ કરતા જ  આદિવાસી સમાજ ની કુળદેવી કણી- કંસરી યાહા મોગી ના દર્શન કરવા દેવમોગરા પોહચ્યા અને માતાજી ની આગળ નતમસ્તક થઈ દર્શન કર્યા હતા

.

ત્યાબાદ તેઓ સાગબારા પોહોંચતા ખૂબ મોટી સંખ્યામાં હાજર કાર્યકર્તાઓ એ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને ” ટાવલ ગામ” માં પહોંચ્યા હતા.
જ્યાં કોરોના સમય માં મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી મૃતકો ના પરિવાર જનો ને સંતાવના પાઠવી હતી. જેમાં ઈશુદાનભાઈ એ જાહેર મંચ ઉપર થી ભાજપ અને કોંગ્રેસ ની મિલીજુલી નીતિઓ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કદ છેલ્લા 27 વર્ષ થી ભાજપ ની સરકાર ગુજરાત માં છે છતાં પણ આરોગ્ય અને શિક્ષણ ની સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે. દવાખાનાઓ માં દવાઓ ના અભાવ, ઓક્સિજન ના અભાવ આ કારણે આપણે સ્વજનો ને ગુમાવવા પડ્યા તેનું દુઃખ વ્યક્ત કર્યું. તેમને વધુ માં જણાવ્યું કે લોકો એ ભાજપ સરકાર ની અનિતિઓ અને ભ્રષ્ટાચારી શાસન ના લીધે અપૂરતી વ્યવસ્થા ના કારણે દવાખાનાઓ માં સ્વજનો ને ગુમાવ્યા છે ત્યારે તે કુટુંબો ની માફી માંગવા અને દુઃખ વ્યક્ત કરવાની બદલે જેમ લોકો ને મૃત્યુ ના મુખ માં ઝોખી ને ખૂબ સારું કાર્ય કર્યું હોય તેમ ભાજપ સરકાર દ્વારા ” જન આશીર્વાદ યાત્રા” શરૂ કરી લોકો ના  આશીર્વાદ લેવા નીકળ્યા છે. ભાજપ ને સરમ આવવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત માં 6000 થી વધુ સરકારી સરકારી શાળાઓ બંધ કરી ખાનગી શાળાઓ કે જ્યાં ખૂબ વધારે ફી માંગવામાં આવે છે તે શરૂ કરી ગરીબ વર્ગ ના છોકરાઓ ને અભણ રાખવા નું કાવતરું કર્યું છે જેથી ગરીબ વર્ગ ના છોકરાઓ ભણી ને ડોક્ટર, વકીલ, ઈજનેર ના બની શકે.
સાથે તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ ની જમીનો છીનવવાનું કાવતરું પણ ભાજપ સરકાર કરી રહી છે. આદિવાસીઓ ને મટાડી ને વનવાસી બનાવવાનું કાવતરું કર્યું છે. આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ લડાઈઓ લડવામાં આગળ રહ્યા છે ત્યારે હવે પણ ભાજપ- કોંગ્રેસ ને ઉખાડી સામાન્ય જનતા માટે કામ કરતી આમ આદમી પાર્ટી ને જીતાડી આઝાદી ની આ બીજી લડાઈ પણ લડે એવી અપીલ કરી છે.
નર્મદા ડેમ નું પાણી સિંચાઈ માટે આદિવાસીઓ ને નથી મળતું તે પણ મળવું જોઈએ અને આમ આદમી પાર્ટી ની સરકાર બનશે તો પાર્ટી આદિવાસીઓ માટે સાચા વિકાસ ના તમામ કાર્યો કરશે એની ખાતરી આપી હતી.
કોંગ્રેસ ને તો તેમને ભાજપ ને પોતાના ધારાસભ્યો વેચતી અને નિષ્ફળ વિપક્ષ ની પાર્ટી ગણાવતા આકરા પ્રહારો કર્યા હતા.

આ યાત્રા માં આમ આદમી પાર્ટી ના મધ્યઝોન સંગઠન મંત્રી પ્રો. અર્જુનભાઇ રાઠવા, ઝોન મહામંત્રી મયંકભાઈ શર્મા, આપ નર્મદા જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્ર ગોહેલ, નર્મદા જિલ્લા આપ પૂર્વ પ્રમુખ ડો. કિરણ વસાવા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here