અરવલ્લીના મેઘરજ ખાતે આઈ. સી.ડી.એસ વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પોષણ માસ કાર્યક્રમ હાથ ધરાયો

0
252

પોષણ માસ કાર્યક્રમને વેગ આપવા માટે આઈ. સી.ડી.એસ મેઘરજ દ્વારા તાલુકાના ગામોમાં પોષણ જાગૃતિ અભિયાનને વેગ આપવા મેઘરજ ગ્રામ પંચાયત હોલ ખાતે પોષણ માસ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યો , ઉપરોક્ત પોષણ જાગૃતિ અભિયાન અંતર્ગત મેઘરજ તાલુકામાં આંગણવાડી બહેનોને રિલાયન્સ ફાઉન્ડેશનની આગવી ઓળખ (આર. એન. જી.)એવી રિલાયન્સ ન્યુટ્રિશન ગાર્ડન નિર્દશન દ્વારા પોષણ વિષયક માર્ગદર્શન હાથ ધરવામાં આવ્યું હતું ,
પ્રસ્તુત કાર્યક્રમ રિલાયન્સ ફાઉન્ડેશન અને આઈ. સી.ડી. એસ ટીમ સાથે મહિલા અને બાળ વિકાસના ચેરમેનશ્રી રમીલાબેન પરમાર ,જિલ્લા પોગ્રામ ઓફિસરશ્રી સમીરભાઈ પટેલ , સી.ડી.પી.ઓ ગીતાબેન, આયુર્વેદિક મેડિકલ ઓફિસર કનેરા ડો નિમેશભાઈ,ડો વિપુલભાઈ પટેલ ,મેડિકલ ઓફિસરશ્રી અશિષભાઈ,લોકવિજ્ઞાન માંથી ચંદનબેન તથા મેઘરજ તાલુકાની સુપર વાઇઝર બહેનો તથા આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કુપોષણ અટકાવવા ઘર આંગણે જ સહેલાઈથી પોષાણ યુક્ત આહાર કઈ રીતે મેળવી શકાય તે વિશે ઉંડાણ પૂર્વક માહિતી આપતા જણાવ્યું હતું કે દરેક ઘરમાં ઓર્ગેનિક પદ્ધતિથી માવજત કરેલ શાકભાજીનો વાડો હોવો જોઈએ અને તેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી દ્વારા દરરોજ તાજું અને ફળદ્રુપ શાકભાજી પોષણ યુક્ત આહાર મારફતે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય,આઈ સી.ડી.એસ
વિભાગ દ્વારા વિવિધ યોજનાલક્ષી માહિતી આપવામાં આવી હતી, કાર્યક્રમમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક અધિકારીશ્રી દ્વારા રોજિંદી દિનચર્યામાં તંદુરસ્ત બાબતે શુ કાળજી રાખી શકાય તે વિષયક માર્ગદર્શન તથા જિલ્લા પોગ્રામ ઓફિસરશ્રી સાહેબ પ્રાસંગીક ઉદબોધનમાં કુપોષણ અટકાવવા સરકારશ્રીની તમામ યોજનાઓ અમલીકરણ કરવા ગ્રામીણ લેવલે લોકજાગૃતિ કરવાની હાકલ કરી હતી, મેડિકલ ઓફિસરશ્રી આશિષભાઈ દ્વારા બાળકોને પોષણ યુક્ત આહાર મળી રહે તે માટે આંગણવાડી બહેનોની ઊંડાણપૂર્વક સમજ ઉભી કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો, ઉપરાંત વાસ્મો પ્રતિનિધિશ્રી રાજેશભાઇ તિવારી ગ્રામીણ લેવલે શુદ્ધ પાણી ચકાસણી કરવા માટેની કિટ દ્વારા પાણીમાં ટી.ડી.એસ નું પ્રમાણ કઈ રીતે ટેસ્ટ કરી શકાય તે વિષયક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો સાથે સાથે પાણી સમિતીની ભૂમિકા અને જવાબદારીનું પણ સ્પષ્ટીકરણ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં લોક વિજ્ઞાનના ચંદનબેન દ્વારા વિજ્ઞાન વિષયક માર્ગદર્શન સાથે સાથે રમત ગમત દ્વારા બહેનોમાં રહેલ શારીરિક અને માનસિક ચપળતા મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.
પ્રસ્તુત કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પોષણ વાટિકાનું મહત્વ સમજાવી દરેક ઘરે ઘરે શાકભાજીનો વાડો બનાવવાનો અનુરોધ હાથ ધર્યો હતો .

કાર્યક્રમ અંતમાં આઈ. સી.ડી.એસ.વિભાગ દ્વારા આંગણવાડી બહેનોને ફળાઉ રોપા વિતરણ દ્વારા કાર્યક્રમમાં સહભાગી તમામનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here