જંબુસરના કાવા સિધ્ધનાથ મહાદેવ ખાતે ૧૪ યુગલોએ મહાયજ્ઞનો લાભ લીધો

0
205

જંબુસર તાલુકાનું ગામ જ્યાં સિધ્ધનાથ મહાદેવ મંદિર આવેલ છે.મંદિરના પટાંગણમાં શનિદેવ નવગ્રહ દેવતા,હરખાઈ માતા સહિત મંદિરો આવેલ છે. લોકવાયકા અનુસાર સિદ્ધનાથ મહાદેવ મંદિર પંદરસો વર્ષ પૌરાણીક છે.જ્યાં ૮૦૦ વર્ષ પહેલાં રામ રતનગીરી મહારાજ આવેલ અને આ મંદિરની સેવા પૂજા કરતા હતા.સમયાંતરે રામરતન ગિરી મહારાજે જીવંત સમાધિ લીધી હતી અને જણાવેલ કે મારી માનતા જે કોઈ શ્રદ્ધાળુ રાખશે તો તાવ,શરદી,ખાંસી સહિત હડકાયું કૂતરું કરડે તો પણ મટી જશે અને સર્વે મનોકામના પૂર્ણ થશે જેના પરચા આજે પણ જોવા મળે છે.આ સ્થળે વલસાડ,સુરત,અમદાવાદ,ભરૂચ સહિત વિવિધ સ્થળોએ થી અનેક શ્રદ્ધાળુઓ આવી દર્શન પૂજનનો લાભ લઈ માનતા પૂરી કરે છે અને મહારાજના પુનિત પગલાં મંદિર છે.જ્યાં તેમને જીવતા સમાધી લીધી હતી.સોમવતી અમાસના પવિત્ર દિને ગ્રામજનો દ્વારા સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મહાયજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૪ યુગલોએ વિધ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરાવેલ મહાયજ્ઞાનો પૂજાનો લાભ લીધો હતો.આ મંદિરે સોમવતી અમાસ શિવરાત્રિના દિને પ્રતિવર્ષ યજ્ઞા કરવામાં આવે છે.જેનો શિવ ભક્તો શ્રધ્ધાળુઓ દર્શન પૂજનનો લાભ લે છે.યજ્ઞ વિધિ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું દર્શન માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડયાં હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here