ડેડીયાપાડા કોંગ્રેસ દ્વારા તાલુકાના કોરોનામાં મૃત્યુ પામેલા પરિવાર ની મુલાકાત કરી .

0
236

 

તાહિર મેમણ : ડેડીયાપાડા – પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રા અંતર્ગત કોરોના મહામારીમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસ્કુટ, વડપાડા, ઉમરાણ, ઝાંક વગેરે ગામોમાં કોરોનામાં મૃત્યુ પામેલા પરિવાર ની મુલાકાત કરી રૂ.4 લાખ ની સહાય તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયેલ ખર્ચ આપવાની માંગ સાથે પરિવારને રૂબરૂ મળી સાંત્વના પાઠવવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો દ્વારા ગામે ગામ જઈ પરિવારના સભ્યની મુલાકત કરી સહાયના ફોર્મ ભરી કુટુંબ ના સભ્ય માટે સહાય ની માંગણી કરવામાં આવી. જેમાં દેડિયાપાડા વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા,દેડિયાપાડા કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ માલજી વસાવા, સાગબારા તાલુકાના પૂર્વ પ્રમુખ ભાંગા વસાવા, કોંગ્રેસ ના આગેવાનો બહાદુરભાઈ, વનરાજભાઈ, વિપુલભાઈ, રામજીભાઈ, સોફિભાઈ, અર્જુનભાઈ, ફુલસિંગભાઈ, રાયસિંગભાઈ વગેરે ઉપસ્થિત રહી મૃતક પરિવાર ના સભ્ય ને મળી સાંત્વના પાઠવી હતી.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here