નેત્રંગ સરકારી કોલેજમાં એસ.એસ.આઈ.પી. અંતર્ગત “ફાઈનાન્સિયલ એજ્યુકેશન ફોર યંગ સીટીઝન” વિષય પર બે દિવસય વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું.

0
250

પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.

સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ નેત્રંગમાં સ્ટુડન્ટ સ્ટાટઅપ ઍન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત એન.આઈ.એસ એમ અને કોટક સિક્યુરિટી દ્વારા તારીખ ૦૬-૦૯-૨૦૨૧ થી ૦૭-૦૯-૨૦૨૧ સુધી માં બે દિવસ માટે “ફાઇનાન્સિયલ એજ્યુકેશન ફોર યંગ સીટીઝન” કોના કોના શિક્ષા નો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

એસ.એસ.આઈ.પી. એ ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૭-૨૦૨૧ સુધીમાં કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટેની એક યોજના છે. જેના અંતર્ગત વિદ્યાર્થીઓના યુનિક આઇડયાઝ ને પ્રોત્સાહન આપી તેને આંતરપ્રિન્યોર બનવા માટે પ્રોત્સાહન આપે છે. કોઈ પણ બિઝનેસ માટે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અનિવાર્ય છે. આ હેતુને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓમાં બચત, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, સ્ટોક માર્કેટ, ઇન્વેસ્ટમેન્તનુ મહત્વ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ ફાઇનાન્સિયલ અપોર્ચ્યુનિટી, ઇન્વેસ્ટિંગ ઇન પ્રાયમરી એન્ડ સેકન્ડરી માર્કેટ જેવા વિષયો વિશે બે દિવસીદરમિયાન ઊંડાણ પૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યકમની શરૂઆત કોલેજના આચાર્ય ડૉ.જી.આર પરમાર દ્વારા વિધાર્થીઓને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ વિશે માહિતગાર કર્યા હતા. ત્યાર બાદ ડૉ. મહેશ એસ. ગઢિયા (SSIP-કો-ઓર્ડીનેટર) એ એસ.એસ.આઈ.પી વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું. વર્કશોપ ના ટ્રેનર તરીકે અરૂણ ચોબે (એન.આઈ.એસ.એમ – ટ્રેનર અને સેબી સ્માર્ટ ) એ બે દિવસમાં ૧૦ કલાક દરમિયાન વિદ્યાર્થીઓને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ વિશે ઉંડાણ પૂર્વકની સમજ આપી હતી.

કાર્યક્રમનું સંચાલન હીનાબેન વસાવાએ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ સંજયભાઈ વસાવાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here