હાલોલમાં નગરમાં ધોધમાર વરસાદ,નીચાણવાળા વિસ્તારોમા પાની પાણી.

0
261


પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ નગર તેમજ તાલુકા ખાતે મંગળવારના રોજ લાંબા વિરામ બાદ વરસાદે દસ્તક દેતા ધરતી પુત્રોમાં આનંદની લાગણી જોવા મળતી હતી હાલોલ પંથકમાં બપોરના સમયે અડધો કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.છેલ્લા ચાર-પાંચ દિવસથી હાલોલ પંથકમાં વરસાદી માહોલ થતો હતો કાળા ડિબાંગ વાદળોની ફોજ આવતી હતી પરંતુ વરસાદ વરસતો ન હતો જેને લઇને છેલ્લા બે દિવસથી પંથકમાં ગરમીના કારણે ઉકળાટ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરેલી હોવાનો અહેસાસ થતો હતો.ચોમાસાની સીઝન મધ્ય પૂર્ણ થતા સુધી માં સીઝનનો જરૂરિયાત મુજબ વરસાદ ન નોંધાતા ધરતીપુત્રો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા સિઝનમાં અત્યાર સુધી હાલોલ પંથકમાં માત્ર ૧૯ ઇચ જેટલો સામાન્ય વરસાદ થયો છે જેને લઇને ધરતીપુત્રો તેઓએ વાવણી કરેલ મોંઘા ભાવના બિયારણ થવાની ભીતિ સેવાય રહી છે ત્યારે બપોરના સમયે થયેલ વરસાદ ધરતીપુત્ર ની ખેતી માટે જીવાદોરી સમાન હોવાનું ધરતીપુત્ર જણાવી રહ્યા છે.

The post હાલોલમાં નગરમાં ધોધમાર વરસાદ,નીચાણવાળા વિસ્તારોમા પાની પાણી. appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here