પ્લાઝા હોટલ પાસે બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

0
300


જંબુસરની પ્લાઝા હોટલ પાસે અકસ્માત સર્જાયો જેમાં ટેન્કર ભરૂચ તરફ જઈ રહ્યું હતું અને બાઈક સવાર ત્યાંથી પસાર થતો હતો તે સમય દરમિયાન ટેન્કર સાથે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાઈક ચાલક જંબુસર અજમેરી નગરીના તોસીફ પટેલ હોવાનું જણાયુ છે.અકસ્માત સર્જાતા આજુબાજુથી લોકટોળા ઉમટી પડયા હતા અને સદર બનાવની જાણ જંબુસર પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here