રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે આગામી ગણેશઉત્સવ ને લઈને આયોજકો સાથે બેઠક યોજાઇ.

0
288

રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે આગામી ગણેશઉત્સવ ને લઈને આયોજકો સાથે બેઠક યોજાઇ.


ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક તા.૦૭-૦૯-૨૦૨૧ ને મંગળવાર ના રોજ યોજાય. રાજ્ય સરકારે કોરોના વાયરસ ના સંક્રમણ તેમજ ત્રીજી લહેરની ગંભીરતને ધ્યાને લઈ ગણેશ ઉત્સવને લઇ બહાર પાડેલ માર્ગ દર્શિકાના પાલન અંગે ગણેશ મંડળના આયોજકો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.આગામી દિવસોમાં ગણેશઉત્સવ આવી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિયમ પાલન સાથે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જેના ભાગ રૂપે રાજપારડી પોલીસ મથક ખાતે પી.એસ.આઈ જે.બી.જાદવ ની અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ખાસ કરીને ગણેશ મંડળના આયોજકો, સ્થાનિક અગ્રણીઓ તેમજ સરપંચોને હાજર રાખવામાં આવ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા મુજબ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફૂટની શ્રીજીની પ્રતિમા જ્યારે ઘરમાં મહત્તમ ૨ ફૂટની શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી શકાશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ/મંડપ શક્ય તેટલો નાનો રાખવાનો રહેશે. જેમાં સોશીયલ ડીસ્ટન્સીંગ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા કરવામાં આવે. સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્ય કોઇ ધાર્મિક/સાંસ્કૃતિક કાર્યક્રમો નઈ યોજી શકાય. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ ૧૫ વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે. ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવામાં આવે તે વધારે હિતાવહ. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલ નજીકના કૃત્રિમ વિસર્જન કુંડ માં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. સ્થાનિક સત્તામંડળે ગણેશ વિસર્જન માટે શક્ય તેટલા વધારે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવાના રહેશે. જેથી કોઇ એક જ સ્થળે ભીડ એકત્રિત થાય નહી. જેવું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.

ઈરફાન ખત્રી
રાજપારડી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here