હરિયાણામાં સચિવાલયની સામે ખેડૂતોના ધરણા ને 48 કલાક પૂરા

0
156હરિયાણામાં સચિવાલયની સામે ખેડૂતોના ધરણા 48 કલાક પછી પણ ચાલી રહ્યા છે. ખેડૂતો પર 28 ઓગસ્ટે લાઠીચાર્જનો આદેશ આપનારા કલેક્ટર આયુષ સિન્હા સામે ખેડૂતો કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યુ છે કે, તપાસ બાદ જ કોઈ કાર્યવાહી થઈ શકશે. કોઈના કહેવા પર કોઈને ફાંસી પર ના ચઢાવી દેવાય.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

દરમિયાન ખેડૂતોની માંગણી છે કે, આ લાઠીચાર્જમાં એકનુ મોત થયુ છે અને તેના બદલ કલેક્ટર સામે હત્યાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે અને કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે. ખેડૂતોની માંગણી છે કે, મૃતકના પરિવારને  25 લાખ રુપિયાની સહાયતા પણ અપાય. ખેડૂતોએ સચિવાલયની ઘેરાબંધી બે દિવસ પછી પણ ચાલુ રાખી છે.

28 ઓગસ્ટે લાઠીચાર્જ પહેલા કલેકટરનો એક વિડિયો સામે આવ્યો હતો.જેમાં કલેક્ટર આયુષ સિન્હા સુરક્ષા જવાનોને કહેતા સંભળાયા હતા કે, ખેડૂતો બેરિકેડથી આગળ જાય તો તેમનુ માથુ ફોડી નાંખો.

ખેડૂતોની ઘેરબંધી વચ્ચે હરિયાણા સરકારના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બે ત્રણ વખત બેઠક થઈ છે પણ તેમાં કોઈ ઉકેલ આવ્યો નથી.સરકારનુ કહેવુ છે કે, ખેડૂતોની જે માંગણીઓ વ્યાજબી હશે તે સરકાર માનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here