આહવા: શિવઘાટમાં એસટી બસ ભેખડ સાથે ભટકાઈ

0
244

ડાંગ:- મદન વૈષ્ણવ

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઈને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં શિવઘાટમાં એસટી બસ ભેખડ સાથે ભટકાતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો..
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ રાત્રીનાં અરસામાં ગાંધીનગર તરફથી આહવા આવી રહેલ ગાંધીનગર-આહવા એસટી બસ.ન.જી.જે.18.ઝેડ.7509 જે મળસ્કે 4.30 વાગ્યાનાં અરસામાં વઘઇથી આહવાને જોડતા રાજ્યધોરી માર્ગનાં શિવઘાટમાં ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દઈ ભેખડ સાથે ભટકાવતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ચાલક ક્લીનર સહિત એસટી બસમાં સવાર 10 મુસાફરોનો ચમત્કારીક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.જ્યારે એસટી બસને એક સાઈડે જંગી નુકસાન થયુ હતુ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here