ઊંઝા ફતેપુરા હાઈવે રોડ ઉપર લકઝરી એ કાર ને ટક્કર મારતા ચાર ને ઇજા

0
207

ઊંઝા હાઇવે ફતેપુરા પાટિયા પાસે લકઝરીએ ઉભેલી કાર ને ટક્કર મારતા ચાર ઘાયલ
તાલુકા પોલીસે લકઝરી ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરીમહેસાણા ના ઊંઝા હાઇવે ઉપર ઉભેલી કાર ને સામેથી આવતી લકઝરીએ ટક્કર મારતા કાર માં બેઠેલા ચાર ઘાયલ થતા તાત્કાલીક સારવાર માટે લઈ જવાયા હતા જેમાં બે જણા ને સામાન્ય ઇજા થઇ હતી જ્યારે અન્ય બે જણા ની ગંભીર હાલત હોવાથી દવાખાના માં સારવાર માટે દાખલ કરવા માં આવ્યા હતા ઊંઝા પોલીસે લકઝરી ચાલક વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે આ અંગેની મળતી માહીતી મુજબ ખેડા જીલ્લા ના મહેમદાવાદ ના સાદરા ગામના મંસારામ માલાજી પાંડવા તેમજ માધારામ ભાઈ પાંડવા તેમજ સુરેશભાઈ પાંડવા તેમજ ધનજી ભાઈ ભોઈ ફતેપુરા પાસે કાર ઉભી રાખીને લઘુશંકા માટે ઉભા હતા તે દરમ્યાન સામે આવી રહેલી લકઝરી કે જેનો નમ્બર આરજે ૧૬ પીએ ૩૪૦૪ નમ્બર વાળી લકઝરી એ કાર ને ટક્કર કાર માં બેઠેલા ચાર લોકોને ઈજાઓ થઇ હતી જોકે બે ની હાલત ગંભીર હોઈ તેઓને સારવાર માટે દાખલ કરવામાંઆવ્યા હતા જ્યારે અન્ય બે જણા સામાન્ય વત ઇજા હોઈ સારવાર આપી રજા આપવામાં આવી હતી સ્થાનીક પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here