જંબુસર શહેર સહિત પંથકમાં દુંદાળા દેવનુ સ્થાપન કરાયું

0
225

 

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

 

કોરોનાને લીધે બે વર્ષ પછી ગણેશ ઉત્સવ ઉજવવાની પરવાનગી મળતા જ ગજાનંદ ભક્તોમાં આનંદ જોવા મળતો હતો ગણેશ ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીની મુર્તિની સ્થાપન વાજતે ગાજતે ગણપતિ બાપા મોરિયા ના નાદ સાથે કરાયું હતું ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ મહોત્સવની રંગેચંગે વિઘ્નહર્તા દુંદાળા દેવની જંબુસર શહેર ભૂતફળીયા ભાગલીવાડ ગણેશ ચોક લીલોતરી બજાર કોટ બારણા રાણા સ્ટ્રીટ પટેલની ધર્મશાળા કાવાભાગોળ દાજીબાવા ટેકરા સહિત સરદાર નગર મહાદેવનગર સ્વસ્તિક સોસાયટી શહેર તાલુકો સારોદ સહિત તાલુકાના દરેક ગામોમાં શ્રીજીની વિવિધ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે ગણેશજી જંબુસર શહેરમાં સાત દિવસનું આતિથ્ય માણશે રિધ્ધિ સિધ્ધિના દેવ વિનાયકની ભક્તિભાવ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ભક્તો શ્રીજીમય બન્યા હતા ઠેર ઠેર વિઘ્નહર્તાનું શ્રધ્ધાપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here