ડેડીયાપાડા પુલ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલાકો પરેશાન

0
238

 

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

નેશનલ હાઈવે નં 753બી પર આવેલ ડેડીયાપાડાની ધામણ ખાડીના પુલ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલાકો પરેશાન હાઈવે ઓથોરિટી નિંદ્રા મા…

તાહિર મેમણ : ડેડીયાપાડા – ડેડીયાપાડા નગર માથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 753 બી પર ડેડીયાપાડા ની ધામણ ખાડી પર આવેલ પુલ પર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલાકો પરેશાન થઈ ઉઠ્યા છે. ડેડીયાપાડા તાલુકા અને ખાસ કરીને ડેડીયાપાડા નગર માંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ભારદારી વાહનોની અવર જવર સૌથી વધુ રહે છે.ત્યારે નગરના છેવાડે આવેલ ધામણ ખાડી ઉપરના પુલ પર ખાડાઓનું સામ્રાજ્ય હોવાના કારણે તેમાં વરસાદી પાણી ભરાઈ રહેતા પુલ બંને છેડે થી બિસ્માર બન્યો છે,છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.
પુલના બંને બાજુ ખાડાઓ પડી જતા તેમાં વરસાદી પાણી ભરાય છે જે વાહન ચાલાકો માટે પરેશાની ઉભી કરે છે.રાત્રી દરમ્યાન ખાડાઓમાં પાણી ભરાય રહેવાના કારણે નાની નાની કારો તેમાં ખોટકાઈ પડે છે.તેમજ બાઈક સવારોએ પણ હાડમારી વેઠવી પડે છે. બાજુમાં આવેલ બીજો પુલ વાહન વ્યવહાર માટે બંધ હોઈ એકજ પુલ પર વાહન વ્યવહાર નું ભારણ રહેતા આ પુલ જોખમકાર નીવડી શકે તેમ છે.
વહેલી તકે આ ધામણ ખાડી પર આવેલ પુલ ની મારામત કરવામાં આવે અને બાજુમાં આવેલ બીજો પુલ સમારકામ કરી વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલાકો અને પસાર થતા રાહદારીઓમાંથી ઉઠી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here