પર્યાવરણ ની જાળવણી સાથે શ્રદ્ધા નું અણમોલ સંયોજન : રાજપીપળા ના વિજય રામી પોતે બનાવે છે માટીના ગણપતિ

0
226

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

પર્યાવરણ ની જાળવણી સાથે શ્રદ્ધા નું અણમોલ સંયોજન : રાજપીપળા ના વિજય રામી પોતે બનાવે છે માટીના ગણપતિ

રાજપીપળા ના વિજયભાઈ રામી ની અનોખી શ્રદ્ધા : પોતે માટીના ગણપતિ બનાવી કરેછે સ્થાપના

રાજપીપળા : જુનેદ ખત્રી

આજે ગણેશ ચતુર્થી સાથે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ધામ ધુમથી વિધ્નહર્તા ની સ્થાપના કરવામાં આવી હતી હાલ કોરોના મહામારી ના કારણે સરકારે વધુ મોટી મૂર્તિઓ બનાવવા ઉપર પ્રતિબંધ મુક્યો છે

રાજપીપળા માં માલિવાડ માં રહેતા વિજયભાઈ રામી પોતે પોતાના ઘરેજ માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી નજીકના ગણપતિ મંદિર માં સ્થાપના કરે છે

વિજય રામી જણાવે છે કે તેમના પિતા આજથી ૫૦ વર્ષ પહેલાં મિત્રોના સહયોગથી ૬ ફૂટના માટીના ગણપતિ બનાવતા અને મોટા માલિવાડ ખાતે સ્થાપના થતી તે સમયે રાજપીપળા માં એક માત્ર વિસ્તાર હતો જ્યાં માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની સ્થાપના થતી તેમના પિતા ના આ શુભ કાર્યને પ્રેરિત થઈ તેઓ પણ દર વર્ષે પોતે માટીના ગણેશજી ની બનાવે છે અને દરબાર રોડ ઉપર આવેલ ગણપતિ મંદિર માં થાપના કરવામાં આવે છે ભક્તો ધામધૂમ થી ગણેશજીની પૂજા અર્ચના કરે છે અને ૧૦ દિવસ બાદ વિસર્જન કરાય છે વિજયભાઈ રામી વિવિધ શાળાઓ માં નાના બાળકો ને માટીના ગણપતિ બનાવતા શીખવાડે છે

આ કાર્ય કરવા પાછળ નો ઉદ્દેશ ધાર્મિક શ્રદ્ધા સાથે પર્યાવરણની જાણવણી તેમજ પાણીમાં વસવાટ કરતા સૂક્સમ જીવો નું રક્ષણ પણ છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here