બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘની બે દિવસીય કાર્યકર્તા શિબિરનો પ્રારંભ કરાવતાં મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

0
89બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘની બે દિવસીય કાર્યકર્તા શિબિરનો પ્રારંભ કરાવતાં મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રી્ય સરહદ નજીક બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની સુરક્ષા બાબતોના રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે સવારે-૧૧.૦૦ કલાકે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘની બે દિવસીય પ્રદેશ કાર્યકર્તા શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સમાજના સર્વાગી વિકાસની વાત કરતાં જણાવ્યું હતું કે, રાજપૂતોએ પોતાના ગૌરવશાળી ઇતિહાસ અને ભવ્ય ભૂતકાળમાંથી પ્રેરણા લઇ આજના સમય પ્રમાણે બદલાવ લાવી આગળ વધવાની જરૂરી છે. તેમણે શિક્ષણ પર વિશેષ ભાર મુકતા જણાવ્યું કે, આજના વિકાસના યુગમાં શિક્ષણ ખુબ જ જરૂરી છે ત્યારે દિકરા- દિકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવીએ તથા સમાજમાં સુખ-સમૃધ્ધિ આવે તેવા સામૂહિક પ્રયાસો કરીએ. તેમણે કહ્યું કે, શિક્ષણ, વ્યાપાર અને રાજકારણ સહિત તમામ ક્ષેત્રોમાં સૌના સાથ અને સહકારથી સમાજને આગળ વધારીએ. મંત્રીશ્રીએ ગુજરાત રાજપૂત યુવા અને મહિલા સંઘના કાર્યકર્તાઓ તથા આ સંઘના સ્થાપકશ્રી ર્ડા. જયેન્દ્રસિંહ જાડેજાને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે આપણું આ સંગઠન સમાજના સર્વાગી વિકાસ માટે સતત કાર્યશીલ રહી કામ કરે છે. તેમણે ઉમેર્યુ કે જામનગરના ભૂચર મોરીમાં ધરબાયેલી યુધ્ધની ગાથાઓ અને રાજપૂતોના બલિદાનને ઉજાગર કરવાનું કામ આ સંગઠને કર્યુ છે. આ ઉપરાંત કન્યા કેળવણી સહિત સમાજના વિકાસ માટે આ સંગઠન અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, આપણા વાણી, વર્તન અને મન-વચન-કર્મથી એક રાજપૂતને શોભે તેવું સંસ્કારી જીવન જીવી લોકોને નેતૃત્વ પુરૂ પાડવાનું કાર્ય સમાજના સાથ સહકારથી કરવાની જરૂર છે તો જ સમાજનો સાચી દિશામાં વિકાસ થયો ગણાશે. ધારાસભ્યશ્રી કિર્તીસિંહ વાઘેલાએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે, સમય ખુબ ઝડપથી બદલાઇ રહ્યો છે ત્યારે સમયની સાથે ચાલી ક્ષત્રિય સમાજને સંગઠીત કરી શિક્ષિત બનાવવો એ આપણા સૌનું કર્તવ્ય છે. તેમણે કહ્યું કે, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સમાજના વિકાસ માટે અથાક પ્રયાસો કરે છે. રાજપૂત- ક્ષત્રિય સમાજની શૌર્યગાથાઓ, ત્યાગ અને બલિદાનને ઉજાગર કરવાનું કામ આ સંગઠને કર્યુ છે. રાજપૂત સમાજને આગળ લઇ જવા માટે આ બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેનાથી સમાજના વિકાસના કાર્યોને વેગ મળશે.

શિબિરના પ્રારંભમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના બનાસકાંઠા જિલ્લા પ્રમુખશ્રી પ્રવિણસિંહ ચૌહાણે શાબ્દિક સ્વાગત કરી સંગઠનની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખશ્રી વિષ્ણુીભા ઝાલા, વાવ રાણાશ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના પ્રમુખ શ્રીમતી દશરથબા પરમાર, સમાજના અગ્રણીઓ સર્વશ્રી ર્ડા. જયેન્દ્રસિંહ જાડેજા, શ્રી સુખદેવસિંહ સોઢા, શ્રી નરપતસિંહ સોઢા, શ્રી લક્ષ્મઓણસિંહ વાઘેલા, શ્રી ર્ડા.વનરાજસિંહ વાઘેલા, શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા, શ્રી જબ્બરસિંહ જાડેજા, શ્રી ગંભીરસિંહ ચૌહાણ, શ્રી ભરતસિંહ વાઘેલા, શ્રી ઇશ્વરસિંહ સોલંકી સહિત સમગ્ર રાજયમાંથી મોટી સંખ્યામાં સમાજના યુવાન ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રીપોર્ટ

રણછોડસિંહ એસ ચૌહાણ વાવ

મો 9974398583

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here