મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં તંત્રની મીઠી નજર તળે લીલા વૃક્ષોનું નિકંદન કાઢતા લાકડા ચોરો

0
194 

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

 

 

વિરપુર તાલુકામાં સ્થાનિક તંત્રના આશિર્વાદથી લીલાવૃક્ષોનુ નિકંદન કાઢી વૃક્ષના દુશ્મનો દ્વારા દિવસ રાત ખુલ્લે આમ હેરાફેરી,

 

 

અમિન કોઠારી:: સંતરામપુર

 

મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાના વિસ્તારમાં લીલા વૃક્ષોનું નિકંદન દિવસ અને રાત્રીના સમયે ખુલ્લે આમ થઇ રહ્યું છે , સ્થાનિક તંત્રનો ડર બાજુમાં મુકીને વૃક્ષોનું નિકંદન કરી ક્યારેક મોટી મોટી ટ્રકો તો ક્યારેક ટ્રેકટરો ભરી ભરીને બિંદાસથી જાહેર માર્ગ પરથી હેરાફેરી થઇ રહી છે, વિરપુર તાલુકાના જમાલપુર સ્ટેન્ડ ત્રણ રસ્તા વિરપુરથી વઘાસના મુખ્ય માર્ગ પર ખુલ્લે આમ લાકડાનુ ભરેલુ ટ્રેકટર નજરે પડી રહ્યું છે, સ્થાનિક તંત્ર દ્વારા તાલુકા પંથકમાં કોઇ જ પગલાં ન ભરવામાં આવતા લાકડાનો ધંધો કરનારાઓને ઘી કેળા થઇ ગયા છે ,

 

તંત્રનો ડર કોઇ જ ન હોવાથી દિવસ અને રાત્રીના સમયે જાહેર માર્ગ પરથી લાકડા ભરેલ વાહનોની ખુલ્લે આમ હેરાફેરી થતી હોય છે ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓની મીઠી નજર હેઠળ લાકડાનો ધંધો થતો હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે , રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવ સહીતના અનેક કાર્યક્રમો યોજાતા હોય છે , તંત્ર દ્વારા “વધુ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો ” અને વરસાદ લાવો “સહિતના અનેક સુત્રો કહેવામાં આવતા હોય છે,

 

ત્યારે તાલુકાના વિસ્તારમાં થતું વૃક્ષ છેદન અટકાવા માટે તેમજ ગેરકાયદેસર થતી લાકડાની હેરાફેરી સામે તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી , લાડકાના ધંધા કરનારાઓ ઉપર તંત્રના બોવ મોટા આર્શીવાદ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here