લગધીરપુર રોડ ઉપર થયેલ મર્ડરના ગુનાના આરોપીને શોધી કાઢતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ

0
82સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા ની સુચના અનુસંધાને તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇ ના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.રજી. નં. ૨૨૬૬/૨૦૨૧ ઇપીકો કલમ ૩૦૨ વિ. ના કામે લગધીરપુર રોડ ઉપર થયેલ મર્ડરના ગુનાના આરોપી બારીયાલ કુશાલભાઇ ટુડ ઉવ.૨૩ રહે-રેડીયન્ટ સીરામીકની ઓરડીમા, લખધીરપુર રોડ, મોરબી મુળગામ- દેવકુંડી તા.જામદા જી.મયુરભાંજ ઓરીસ્સા વાળાને શોધી કાઢવા ટીમ બનાવી અમો તથા ડી સ્ટાફ પો.સ.ઇ. એ.એ.જાડેજા, પો.સ.ઇ. એલ.એન.વાઢીયા તથા બીટના જમાદારો તથા ડી સ્ટાફના બીજા પોલીસ માણસો સાથે આરોપીની તપાસમા હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ હોય જે આધારે ઉપરોક્ત ગુનાના આરોપીને શોધી કાઢી આરોપીને હસ્તગત કરેલ છે તેમજ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા તજવીજ કરવામા આવેલ છે.

 

કામગીરી કરનાર પોલીસ ઇન્સપેક્ટર વી.એલ.પટેલ તથા પો.સ.ઇ. એ.એ.જાડેજા, પો.સ.ઇ. એલ.એન.વાઢીયા તથા લગધીરપુર બીટના માણસો તથા સર્વેલન્સ સ્કોડના પોલીસ માણસો મદદમા જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here