કાલોલ તાલુકાના યોગધામ મલાવના કૃપાલુ સમાધિ મંદિર ખાતે ફીટ ઈન્ડિયા અંતર્ગત તાલુકાના યોગ ટ્રેઇનરોનો યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

0
53

પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત કાલોલ તાલુકા કક્ષાના યોગ ટ્રેઇનરનો યોગ સંવાદ કાર્યક્રમ તાલુકાના સુપ્રસિદ્ધ યોગધામ મલાવ સ્થિત કૃપાલુ સમાધિ મંદિરના હોલ ખાતે શનિવારે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ, યોગ પ્રભારી લક્ષ્મણભાઇ ગુરવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર ગણાતા યોગને વૈશ્વિક ફલક પર યોગ દિવસનો મહિમા વધારી યોગનું ગૌરવ વધાર્યું છે તો યોગ ગામેગામ સુધી પહોંચાડવા માટેનું ભગીરથ અભિયાન આદર્યુ હોવાનું જણાવ્યું હતું. જેમને ગુજરાતમાં પચાસ હજાર યોગ ટ્રેઇનરોના માધ્યમથી પાંચ લાખ લોકોને નિયમિત યોગ કરતા કર્યા હોવાની વિગતો આપી હતી. જે અંગે સમગ્ર કાલોલ તાલુકાને યોગમય બનાવવા માટે યોગ ટ્રેઇનરો સાથે જરૂરી માર્ગદર્શન માટે યોગ સંવાદ કરવામાં આવ્યો હતો. યોગ સંવાદ કાર્યક્રમ દ્વારા કાલોલ તાલુકાના યોગ કોચ કેતકીબેન શાહ, સોનલબેન પરીખ અને સોનલબેન દરજીના પ્રશિક્ષિત યોગ ટ્રેઇનરોએ વિવિધ યોગ કૌશલ્ય દર્શાવી સોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. આ યોગ કાર્યક્રમમાં કાલોલ તાલુકાના મહિલા ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, કાલોલ નગરપાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય, પંચમહાલ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ રશ્મિકાબેન પટેલ સહિત તાલુકાના રાજકીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here