ડાંગ:ખેડૂતોને પ્રોત્સાહન આપતી યોજનાઓમાં કથિત ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચસ્તરીય ફરિયાદ

0
98ડાંગ:- મદન વૈષ્ણવ

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

ડાંગ જિલ્લા પંચાયતનાં ખેતીવાડી અધિકારી અને આત્મા પ્રોજેક્ટ અધિકારી દ્વારા આચરવામાં આવેલ કથિત ભ્રષ્ટાચાર અંગે ગુજરાત આદિજાતિ નિગમનાં ડિરેકટર દ્વારા ઉચ્ચસ્તરીય લેખિતમાં ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો છે…

ગુજરાત આદિજાતી નિગમનાં ડીરેકટર અને ડાંગ  જિલ્લા ભાજપનાં માજી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યાએ ગતરોજ ડાંગ જિલ્લા પચાયત હસ્તકનાં ખેતીવાડી વિભાગનાં અધિકારી સુનિલ પટેલ અને આત્મા પ્રોજેકટ વિભાગનાં ડાયરેકટર પ્રવીણ માંડાણી તેમજ એજન્સીઓ દ્વારા સાંઠગાંઠમાં ગુજરાત સરકારનાં આંખમાં ધુળ નાખી ખુબ મોટો ભષ્ટ્રાચાર આચર્યો હોવાનું જણાવી ગુજરાત સરકારનું ધ્યાન દોરતા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,કૃષિમંત્રી આર.સી.ફળદુ,વન અને આદિજાતી વિભાગનાં મંત્રી રમણભાઈ પાટકર અને ડાંગ જિલ્લા કલેકટરને એક લેખિત ફરીયાદ કરી છે.જેમાં બાબુરાવભાઈએ જણાવ્યુ છે કે વર્ષ 2019-2020 અને વર્ષ-2020-2021માં ડાંગ જિલ્લામાં જિલ્લા ખેતીવાડી અધિકારી,ડાંગ દ્રારા આરકેવીવાય(RKVY) યોજના અંતર્ગત જે પણ ડાંગ જિલ્લાનાં ગરીબ ખેડુતોને પ્રોત્સાહન અને તેમના વિકાસ તથા બમણી આવક મળે અને પગભર બને તે માટે ભાજપ સરકાર દ્વારા લાભ ખેડુતોને પુરા પાંડવામાં આવેલ છે. તે યોજનાકીય કામોમાં ગેરરીતી આચરવામાં આવેલ છે.સરકાર દ્વારા દર વર્ષ આરકેવીવાય  યોજનામાં લાખ્ખો(કરોડો) રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.જેમાં ડાંગ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ગેરરીતી આચરવામાં આવેલ છે. આરકેવીવાય(RKVY) યોજના અંતર્ગત ડાંગ જિલ્લા બહારની સંસ્થાઓ(એજન્સી) સાથે ટકાવારી ગોઠવીને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તેઓનાં મળતિયા એજન્સીને કામ આપવામાં આવે છે. આરકેવીવાય(RKVY)  યોજનામાં જે લાભાર્થી યાદી તૈયાર કરવામાં આવેલ છે.તે યાદીનાં તમામ લાભાર્થીઓને લાભ મળેલ નથી.તેમજ ગુજરાત રાજય ખરીદી નિતી 2016 મુજબ બ્રાન્ડેડ ચીજવસ્તુ(આયટમો) ખરીદી કરવાની હોય છે.તે ખરીદી પણ થયેલ નથી.ઊપરોકત તમામ બાબતો ધ્યાને લઈ આપણી કક્ષાએથી વિજીલન્સ તપાસ હાથ ધરવાની રજુઆત સાથે માંગ કરી છે.જયારે આત્મા પ્રોજેકટ ડાયરેકટર અને ખેડુત તાલીમ કેન્દ્રનાં અધિકારી પ્રવીણ માંડાણી સામે પણ ગંભીર બાબતોનું આક્ષેપ કરતા ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,કૃષિમંત્રી આર.સી.ફળદુ,વન અને આદિજાતી વિભાગનાં મંત્રી રમણભાઈ પાટકર અને ડાંગ જિલ્લા કલેકટરને એક લેખિત ફરીયાદ કરી છે.જેમા જણાવ્યુ છે કે ડાંગ જિલ્લામાં 100 ટકા સેન્દ્રિય ખેતી જાહેર કરેલ છે.ડાંગ જિલ્લામાં આત્મા પ્રોજેકટરની કચેરી દ્વારા ખેડુતોને વિવિધ યોજનાકીય લાભ પુરા પાડવા માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.જેથી ડાંગ જિલ્લાનાં ખેડુતોને સેન્દ્રીય ખેતી કરવા માટે જરૂરીયાત મુજબ જુદા-જુદા પ્રકારનાં સેન્દ્રીય ખાતર,ઈનપુટ,કીટ્રસ,લીમડાનો ખોળ,તેલ,જંતુ નાશક દવાઓ,પ્રવાહી જેવીક ખાતર અને બિયારણ જેવી ચીજવસ્તુ પુરી પાડી શકાય.પરંતુ છેલ્લા બે વર્ષથી ડાંગ જિલ્લા આત્મા પ્રોજેકટ કચેરી દ્વારા (વર્ષ-2019-2020અને વર્ષ 2020-2021 માં ખેડુતોને સેન્દ્રીય ખેતી કરવા માટે જરૂરીયાત મુજબ જુદા-જુદા પ્રકારનાં સેન્દ્રીય ખાતર,ઈનપુટ,કીટસ,લીમડાનો ખોળ,તેલ, જંતુ નાશક દવાઓ,પ્રવાહી, જૈવીક ખાતર અને બિયારણ જેવી ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવેલ નથી.જે ગંભીર બાબત ગણાય સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા આત્મા પ્રોજેકટ કચેરીને ખેડુતોને સહાય માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.તો છેલ્લા બે વર્ષમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવવામાં આવેલ ગ્રાન્ટ કયા ગઈ.તેમજ એ.બી.સી એજન્સી અન્ય કેટલીક એજન્સીઓને ડાંગ આત્મા પ્રોજેકટ કચેરી દ્વારા સોંપવામાં આવેલ કલ્ટર સહીતની વિવિધ કામગીરી માત્ર કાગળ પર જ થયેલ છે.ડાંગની ખાતર દવા અને બિયારણ વિતરણની કામગીરી જે ડાંગ સ્થાનીક મંડળીઓને ઓર્ડર આપવામાં આવેલ હતી.પરંતુ સ્થાનીક મંડળીઓને રકમ મળી નથી.વધુમાં ત્રીજી એજન્સી એબીસી,કાકડકુવામાં બારોબાર કેવી પહોચી ગયુ.તે પણ તપાસનો વિષય છે.ડાંગ જિલ્લા જિલ્લા આત્મા પ્રોજેકટ તેમજ ખેતીવાડી વિભાગમાં એબીસી,કાકડકુવાનાં ખરીદીનાં તમામ બીલોની ચકાસણી જો કરવામાં આવે તો મસમોટું ભષ્ટ્રાચારનું  કૌંભાંડ બહાર આવે તેમ છે.ગુજરાત આદિજાતિ નિગમનાં ડિરેકટર બાબુરાવભાઈ ચૌર્યાએ  ઊપરોકત તમામ મુદ્દાઓ બાબતે વિજીલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તેવી રજુઆત સાથે માંગ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે..
👉 પ્રવીણભાઈ માંડાણી-આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર – ડાંગ જિલ્લાનાં આત્મા પ્રોજેકટનાં ડાયરેકટ પ્રવીણ માંડાણીએ તેઓ વિરુદ્ધ થયેલ ફરિયાદ બાબતે  જણાવ્યુ હતુ કે આ ફરીયાદ બાબતેની મને જાણ નથી.અને સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો મને વાંધો નથી..

👉 સુનિલભાઈ પટેલ-ડાંગ જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી – આ બાબતે ડાંગ જિલ્લા ખેતીવાડી અધિકારી સુનિલ પટેલે જણાવ્યુ હતુ કે હાલમાં હું રજા પર છું.સોમવારે હાજર થાઉ તો ખબર પડશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here