અરવલ્લી જિલ્લામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-૨૦૦૬ હેઠળ ૧૧ કેસોમાં વહેપારીઓને ૩.૩૭ લાખનો દંડ ફટકાર્યો

0
43

ભરતસિંહ ઠાકોર મેઘરજ

અરવલ્લી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી દ્વારા ખરાબ ગુણવત્તાવાળા અને ધારા ધોરણો સિવાયના ખાદ્ય સામગ્રી વેચતા ૩૮ વહેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ અરવલ્લી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-૨૦૦૬ ની કલમ ૬૮ હેઠળ જિલ્લાના ૧૧ કેસોમાં ખરાબ ગુણવત્તાવાળા અને ધારા ધોરણો સિવાય ના ખાદ્ય સામગ્રી વેચતા ૩૮ વહેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરીને રૂ.૩,૩૭,૦૦૦ નો દંડ કરવામાં આવ્યો છે જેમાં અરવલ્લી જિલ્લાના શ્રી ભૈરવનાથ નમકીન વેચતા ૨ દુકાનદારોને રૂ.૨,૦૦૦/- વિમલ કપાસીયા તેલ વેચતા ૬ દુકાનદારોને રૂ.૯૦,૦૦૦/- GAIL GOKUL DOUBLE FILTERED GROUND OIL વેચતા ૪ દુકાનદારોને રૂ.૧૪,૦૦૦/- ગોળ (લુઝ) વેચતા ૧ દુકાનદારને રૂ.૧૦,૦૦૦/- NAHTA SSARAS REFINED IODISED FREE FLOW SALT વેચતા ૩ દુકાનદારોને રૂ.૩૦,૦૦૦/- દેશી ગોળ વેચતા ૩ દુકાનદારોને રૂ.૪૦,૦૦૦/- શ્રી ગજાનંદ ટ્રેડીંગના ગોળ વેચતા ૪ દુકાન દારો ને રૂ.૧૪,૦૦૦/- MAP REFINED COTTON SEED OIL વેચતા ૪ દુકાનદારોને રૂ.૩૮,૦૦૦/- વાસ્તુ એગમાર્ક ગાયનું ઘી વેચતા ૪ દુકાનદારોને રૂ.૪૨,૦૦૦/- ચિલ્લી પાઉડર વેચતા ૪ દુકાનદારોને રૂ.૨૪,૦૦૦/- તથા મે.સિમુન બેક એન્ડ કેક વેચતા ૩ દુકાનદારને રૂ.૩૩,૦૦૦/- નો દંડ કરીને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડે કડક કાર્યવાહી કરીને જણાવ્યું હતું કે, હવે આગળ જતાં આ રીતની અખાદ્ય ચીજ વસ્તુઓ ન વેચવી તથા પ્રજાને સારી ગુણવત્તાવાળી ખાધ સામગ્રી આપવી,પ્રજાને ભેળસેળ વાળી ચીજવસ્તુઓ વેચવી નહિ તેવો કડક ચેતવણી આપી હતી

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here