મોરબી : કોરોનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને “મહિલા શક્તિ” એવોર્ડ એનાયત

0
43





કોરોના કાળમાં દિવસ રાત જોઈયા વગર સેવા આપનાર કર્મનિષ્ઠ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા ગુજરાત મહિલા આયોગ દ્વારા કલોલ નગરપાલીકા ખાતે કોરોના મહામારી માં ઉત્તમ કામગીરી કરનાર ૨૬ દુર્ગા શક્તિ સમાન મહિલાઓને “મહિલા શક્તિ” એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમાં મોરબીમાં ના બે મહિલા કર્મચારીઓને પણ “”મહિલા શક્તિ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

પોલીસ કર્મચારીમાં મોરબીમાં ફરજ બજાવી ચૂકેલા અને રાજકોટ ખાતે ફરજ બજાવતા મહિલા PSI વી.કે. ગોંડલીયા અને આરોગ્ય કર્મચારી ભાવિકા એ. જગોદરાને ગુજરાત મહિલા આયોગ દ્વારા “મહિલા શક્તિ” એવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા અને તેમની કામગીરી ને બિરદાવી હતી

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here