શ્રી સોમનાથ મંદિરમાં આરતી દર્શન માટે પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટ એ કર્યો નિર્ણય

0
88

શ્રી સોમનાથજીના ભક્તો શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી શ્રી સોમનાથ મંદિરમાં આરતી દર્શન માટે પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય

કોવિડ-૧૯ મહામારીને કારણે વખતો–વખતની સરકારની ગાઈડલાઈન મુજબ શ્રી સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે . હાલની ઘટતી જતી કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી સરકારશ્રીની ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી સાથે તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી શ્રી સોમનાથ મંદિરમાં આરતી – દર્શન માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનો નિર્ણય શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે . તેમજ શ્રી સોમનાથ મુખ્ય મંદિર તથા શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રીરામ મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે . તેમજ તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી શ્રી સોમનાથ મુખ્ય મંદિરમાં દર્શનનો સમય સવારે ૦૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીનો રહેશે . મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ ઉભા રહેવા દેવામાં આવશે નહીં. ફરજ પરના ટ્રસ્ટના કર્મચારી, પોલીસ, એસ.આર.પી. ની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે . ચાલુ આરતીએ કોઈપણ યાત્રિક આરતીમાં તેમજ સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં. દર્શને આવતા યાત્રિકોએ કોવિડની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનુ રહેશે . એન્ટ્રી ગેઈટ પરથી ટેમ્પ્રેચર મશીનમાં ટેમ્પ્રેચર ચેક કરાવવાનુ રહેશે તેમજ હેન્ડ સેનીટાઈઝરથી હાથ સાફ કરીને જ દર્શન માટે પ્રવેશ કરવાનો રહેશે . દર્શન માટેના પાસ ઓનલાઈન તેમજ ઓફલાઈન દર્શન પાસ મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે . તેમજ કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી કાળજી કરવાની રહેશે . તેમજ ફરજ પરના પોલીસ એસ.આર.પી., સિકયોરીટી સ્ટાફ તેમજ મંદિરના સ્ટાફને વ્યવસ્થામાં સહકાર આપી દર્શન માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે પ્રમાણે જ દર્શન કરવાના રહે શે .

અહેવાલ મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here