હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ પ્રકરણ : હેન્ડ ગ્રેનેડ ચાઈના કે પાકિસ્તાન બનાવટનો હોવાની શક્યતા થી ખળભળાટ: પોલીસતંત્ર ચોંકી ઊઠયું

0
52

અહેવાલ અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ પ્રકરણ : હેન્ડ ગ્રેનેડ ચાઈના કે પાકિસ્તાન બનાવટનો હોવાની શક્યતા થી ખળભળાટ: પોલીસતંત્ર ચોંકી ઊઠયું

ગોઢ કુલ્લા ગામે થયેલ હેન્ડગ્રેનેડ બ્લાસ્ટ કેસમાં હવે તપાસ અરવલ્લી જિલ્લાના ઝાબાજ ડીવાયએસપી એવા ભરત બસિયાને સોંપતા તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે

શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામે થોડા દિવસો અગાઉ  થયેલા ભેદી બ્લાસ્ટમાં એફએસએલ અને પોલીસ તપાસમાં લશ્કરમાં ઉપયોગમાં લેવાતો હેન્ડ ગ્રેનેડ હોવાનું બહાર આવ્યું હતું  જીલ્લા પોલીસતંત્ર સહીત એન્ટી ટેરીરિસ્ટ સ્ક્વોડની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સેન્ટ્રલ આઈબી ની ટીમ,અમદાવાદ એટીએસ ટીમ સહીત જીલ્લા પોલીસતંત્રની વીવીધ ટિમોએ મૃતક યુવકના પરિવારજનો, સગા-સબંધી સહીત આજુબાજુના વિસ્તારના લોકોની સઘન પૂછપરછ હાથધરી હતી હાલ પોલીસતંત્ર અને વિવિધ એજન્સીઓ હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો તેની ઝીણવટભરી તપાસ હાથધરી છે ત્યારે શાહીબાગ આર્મી ખાતે હેન્ડ ગ્રેનેડના ફોટો મોકલ્યા પછી હેન્ડ ગ્રેનેડ ભારતીય બનાવટનો ન હોવાનું સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા ભારે હડકંપ મચ્યો છે હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમ યુવક અને તેની દોઢ વર્ષીય પુત્રી મોતને ભેટી હતી

આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી અનુસાર,અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ગ્રેનેડ બ્લાસ્ટ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે હેન્ડ ગ્રેનેડ લશ્કરમાં વપરાતો હોવાથી હેન્ડ ગ્રેનેડના ફોટા અમદાવાદ શાહીબાગમાં આવેલ આર્મી કેમ્પમાં મોકલી આપ્યા પછી હેન્ડ ગ્રેનેડ ભારતમાં નહિ બન્યો હોવાની ચર્ચા ચાલી રહી છે હેન્ડ ગ્રેનેડ ચાઈના કે પાકિસ્તાનની બનાવટનો હોવાની શક્યતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે શામળાજી ગોઢફુલ્લા બ્લાસ્ટનું કનેક્શન સરહદ પાર સાથે જોડાયેલ હોવાની શક્યતા પ્રબળ બની છે ત્યારે ચાઈના કે પાકિસ્તાન બોર્ડર પરથી ગ્રેનેડ અહીં પહોંચ્યો કેવી રીતે તે મોટો પ્રશ્ન ઉપસ્થીત થયો છે જો કે હેન્ડ ગ્રેનેડ મામલે પોલીસ એજન્સી ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here