મોરબીમાં તહેવારોને ધ્યાને લઈને એ ડીવીઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી.

0
15
રિપોર્ટર:- મીત વ્યાસ

મોરબીમાં તહેવારોને ધ્યાને લઈને એ ડીવીઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી.

મોરબી શહેરમાં આગામી દિવસોમાં હિંદુ અને મુસ્લિમ ધર્મના તહેવારો આવી રહ્યા હોય જેથી તહેવારોની મોસમમાં શાંતિ જળવાય અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તેવા હેતુથી એ ડીવીઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી
મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ જે એમ આલ અને ચીફ ઓફિસર ગીરીશ સરૈયાના અધ્યક્ષસ્થાને આજે એ ડીવીઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં હિંદુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં આવનાર તહેવારોમાં કોમી એખલાસ જળવાય અને શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી તો બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ પણ પુરતો સહયોગ આપવા પોલીસને ખાતરી આપી હતી.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here