તાંત્રિકે,વિધિના નામે,મહિલાને સાંકળથી માર માર્યા બાદ ભારે પ્રમાણમાં શરીરે ડામ દેતા એક પરિણીતાનું મોત

0
103
દ્વારકા જીલ્લાના વચલી ઓખામઢી પાસે આવેલા એક મંદિરમાં બુધવારે એક કરુણ ઘટના ઘટી છે.આરંભડા ગામની મનાતી 25 વર્ષીય મહિલાના શરીરમાંથી મેલું અને વળગાડ હોવાનું કહી પરીણિતા પર વિધિ શરુ કરી હતી.દરમિયાન વિધિના નામે મહિલાને,ભૂવાએ સાંકળોથી મારી એટલું જ નહિ પણ પરીણિતાના શરીર અસંખ્ય ડામ પણ આપ્યા.આ દરમિયાન પરિણીતાનું મોત થઇ જવા પામ્યું છે. કહેવાય છે કે, ધાર્મિક વિધિના નામે ખંડેર જેવા મંદિરમાં આ પરિણીતાને પરિવાર જ લઇ આવ્યો હતો. અને ભૂવાને તાંત્રિક વિધિ માટે કહ્યું હતું. આમ,વળગાડ અને મેલું તો નીકળતા નિકળ્યું, એ પહેલા મહિલાનો જીવ નીકળી ગયો.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here