પોરબંદરની નિરમા ફેકટરીમાં બકેટ પડતા એન્જીનીયર અને વેલ્ડરના મોત..

0
41
પોરબંદર
હાર્દિક જોષી

પોરબંદરની સૌરાષ્ટ્ર કેમીકલ્સ ગ્રુપની નિરમા ફેકટરીમાં મિકેનીકલ વિભાગમાં એન્જીનીયરો સહિત અન્ય કર્મચારીઓ કામ કરતા હતા ત્યારે અચાનક જ બકેટ પડતા એક એન્જીનીયર અને વેલ્ડરના મોત નિપજયા છે જયારે અન્ય એક એન્જીનીયર, ફીટર અને હેલ્પરને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલે લવાયા છે તો બીજીબાજુ બનાવની જાણ થતાં કલેકટર સહિત ઇન્ડસ્ટ્રીઝ સેફટી વિભાગના ડેપ્યુટી ડાયરેકટર વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા અને જયાં સુધી કંપનીનું સંપુર્ણપણે સેફટી ઓડીટ થાય નહીં ત્યાં સુધી આ ફેકટરીને બંધ રાખવાનો નિર્ણય લેવડાવવામાં આવ્યો છે કારણ કે દોઢ મહીનામાં અકસ્માતનો આ ત્રીજો બનાવ છે તેથી વધુ કોઇ બનાવ બને નહીં તે માટે આ હુકમ થયો છે. તો બીજીબાજુ કોંગી આગેવાનો પણ ફેકટરીએ દોડી ગયા હતા અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
બે ના મોત ત્રણ ઘાયલ
બનાવની વિગત એવી છે કે, પોરબંદરમાં સૌરાષ્ટ્ર કેમીકલ્સ ગ્રુપની નિરમા ફેકટરીના મિકેનીકલ વિભાગમાં કર્મચારીઓ રાબેતા મુજબ પોતાનું કામ કરી રહ્યા હતા ત્‌યારે અચાનક જ આ વિભાગમાં ધડાકાભેર બકેટ તુટતા કામ કરી રહેલા કર્મચારીઓ ઉપર મોતના માચડા જેવું બકેટ ધસી આવ્‌યું હતું. તેથી કામ કરી રહેલા મુળ જુનાગઢના હીરેન પ્રભુદાસ અગ્રાવત નામના 35 વર્ષના યુવાન એન્જીનીયરનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું જયારે ગંભીર ઇજાગ્રસ્ત પ્રતાપ ઓડેદરા નામના 30 વર્ષીય વેલ્ડરને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા ત્‌યાં તેમનું મોત નિપજયું છે. અન્ય એક એન્જીનીયર મેહુલ વાલીયા, ફીટર ભરત પાંડાવદરા અને હેલ્પર જયેશ જોશીને પણ ઇજાઓ થતાં એમ્બ્‌યુલન્સ મારફતે પોરબંદરની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્‌યા હતા અને ત્‌યારબાદ સારવાર આપવામાં આવી રહી છે.
આગેવાનો-અધિકારીઓ દોડયા
બનાવની જાણ થતા જીલ્લા કલેકટર અશોક શર્મા ઇન્ડસ્ટ્રીઝ સેફટી વિભાગના ડેપ્યુટી ડાયરેકટર દ્ધિવેદી સહિત અન્ય અધિકારીઓ અને કોંગી આગેવાન રામદેવભાઇ મોઢવાડિયા, ઉચ્ચ પોલીસ અધિકારીઓ વગેરે પણ ત્‌યાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્‌યારબાદ ઘટના સ્થળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
ફેકટરીને બંધ કરવા હુકમ
અકસ્માતના આ બનાવ બાદ ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગના ડેપ્યુટી ડાયરેકટર દ્ધિવેદીએ કંપનીના સંચાલકોને સુચના આપીને સંપુર્ણપણે સેફટી ઓડીટ ન થાય ત્યાં સુધી ફેકટરીને બંધ કરવાનો હુકમ કર્યો હતો. બિલ્ડીંગ, સાધનો, મશીનરી વગેરે તમામ ખુણે-ખુણાની તપાસ હાથ ધરવામાં આવશે અને આ બધુ જ સંપુર્ણપણે સલામત છે તેવું તંત્રના ધ્યાને આવશે અને તંત્ર દ્વારા ઓકેનો રીપોર્ટ અપાશે ત્યાં સુધી ફેકટરીમાં ઉત્પાદનની તમામ કામગીરી બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
દોઢ મહીનામાં 3 અકસ્માતમાં 4ના મોત
પોરબંદરમાં નિરમા ગ્રુપની આ ફેકટરીમાં છેલ્લા દોઢ મહીનામાં અકસ્માતનો આ ત્રીજો બનાવ બન્યો છે જેમાં કુલ 4 અધિકારી, કર્મચારી, મજુર મોતને ભેટી ચુકયા છે તેથી પોરબંદરમાં ઇન્ડસ્ટ્રીયલ અકસ્માતનું પ્રમાણ આ ફેકટરીમાં વધ્યું હોવાને કારણે કંપનીની સેફટીની કામગીરી સામે સ્વભાવિક રીતે જ સવાલો ઉભા થાય છે. ફેકટરી ઇન્સ. અને સેફટી ઓફીસરની બેદરકારીને કારણે પુનરાવર્તન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેથી કામદારોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
પોલીસ દ્વારા તપાસ
નિરમા ફેકટરીમાં બનેલા આ બનાવમાં પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી દ્વારા ગુન્હો નોંધાશે કે કેમ? તે અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જો અધિકારીઓની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોય તો બેદરકારીથી મોત નિપજાવ્યાનો ગુન્હોપોલીસ દ્વારા દાખલ થઇ શકે છે પરંતુ તે માટે ખુબ લાંબો સમય રાહ જોવી પડે તેવું હાલ જણાઇ રહ્યું છે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here