ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામની મોડેલ વિલેજ તરીકેની પસંદગી કરાય !

0
111ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામની મોડેલ વિલેજ તરીકેની પસંદગી થતા યુનિસેફ દ્વારા મેજીક પીટ તેમજ શૌચાલયના રેટ્રોફીટીંગમાં શોષખાડાનું નિરીક્ષણ કરાયું

તાહિર મેમણ : નિવાલ્દા ગ્રામ પંચાયત ખાતે અઝાદીકા અમૃત મહોત્સવ ના 100 દિવસીય કેમ્પીંગ
અંતર્ગત ગામની યુનિસેફ દ્વારા મોડેલ વિલેજ તરીકેની પસંદગી થઈ છે, જેમાં સ્વચ્છતા લક્ષી કામગીરીમાં પ્રાથમિક તબકકામાં ગ્રે વૉટર મેનેજમેન્ટ સિસ્ટમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, તેમજ શૌચાલયના સ્ટ્રોફીટીંગમાં અમલવારી લાવવા માટેની કામગીરી કરવામાં આવી, જેમાં વ્યક્તિ ગત મેજિકપિટ અને શૌચાલયના સ્ટ્રોફિટિંગમાં શોષખાડાની કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સુજય મજુમદાર IFS wash specialist unisef new Delhi , જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા,તાલુકા પ્રમુખ તારાબેનરાઠોડ, તાલુકા વિકાસ અધિકારી ડેડીયાપાડા,પ્રાઇમો કંપનીના લક્ષ્મીકાંત સિંદે , પ્રાઇમો સ્ટાફ, નિવાલદા ગ્રામ પંચાયતના સરપંચ ધરમસિંગ વસાવા,તલાટી કમ મંત્રી કાજલબેન,તાલુકા કક્ષાનો SBM નો સ્ટાફ,મનરેગા સ્ટાફ,સ્કૂલની બાળાઓ અને ગ્રામજનોએ હાજરી આપી હતી.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here