મોરબીના કન્યા છાત્રાલય કેમ્પસમાં શુક્રવારથી ઉમા ક્લિનિક એન્ડ લેબ તથા મેડિકલનો શુભારંભ

0
12
રિપોર્ટર:- મીત વ્યાસ

મોરબીના કન્યા છાત્રાલય કેમ્પસમાં શુક્રવારથી ઉમા ક્લિનિક એન્ડ લેબ તથા મેડિકલનો શુભારંભ.
દાતાઓનું સન્માન પણ કરાશે.

મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા તા.૧૫ ને શુક્રવારે કન્યા છાત્રાલય કેમ્પસમાં ઉમા મેડિકલ અને ઉમા ક્લિનિક એન્ડ લેબનો શુભારંભ કરવામાં આવનાર છે.
મોરબીમાં કાર્યરત કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સમાજના સર્વજ્ઞાતિય જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ મળી રહે, જરૂરી પ્રાથમિક આરોગ્યની સુવિધા મળી રહે અને આધુનિક ઉપકરણોની મદદથી મેડિકલ તપાસ થઈ શકે તે માટે કન્યા છાત્રાલય કેમ્પસમાં આગામી તા.૧૫ને શુક્રવારના રોજથી ઉમા મેડિકલ, ઉમા ક્લિનિક એન્ડ લેબ શરૂ કરવામાં આવશે. જેનો ઉદ્દઘાટન સમારોહ સવારે ૧૦ વાગ્યે યોજાશે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here