મલાવ ચોકડી પાસેના ડિવાઈડર ના ખાડા પુરવા જિલ્લા પંચાયત ના માજી પ્રમુખ ની ટોલ કંપનીને રજૂઆત

0
15
પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ તાલુકાના મલાવ, અલવા તરફ જવાના રસ્તે મલાવ ચોકડી નજીક ધોરી માર્ગ ઉપર આવેલ ડિવાઈડર ની બંને બાજુએ મોટા મોટા ખાડા પડી જવાને કારણે વાહનચાલકો અવારનવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે જે અંગેની સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી આ બાબતે અખબારી અહેવાલો પ્રકાશિત થતા પંચમહાલ જિલ્લા માજી જિલ્લા પંચાયત પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આમંત્રિત સભ્ય કારોબારી સભ્ય રાજપાલ જાદવ દ્વારા હાલોલ શામળાજી ધોરીમાર્ગ નું સંચાલન કરતા એલએન્ડટી કંપનીના જવાબદાર અધિકારીને ખડકી ટોલનાકા ખાતે લેખિત રજૂઆત કરતાં આ બાબતે હવે આ સમસ્યાનું નિવારણ આવશે તેવું જણાઈ રહ્યું છે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here