કેફી અને નશાકારક પદાર્થની માહિતી આપનારને અપાશે ઇનામ

0
44

રાજ્યમાં  યુવાધન નશાખોરીના રવાડે ચઢી ગયું છે.નશાયુકત પદાર્થો અને માદક દ્રવ્યોની જાળમાં ફસાયેલા યૌવનને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું કે, આ લત બૂરી છે જે શરીર અને મનને ખોખલાં કરી નાખે છે. માટે આ રસ્તો ત્યજી દઈ સન્માર્ગે વળવા અપીલ કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ઉમેર્યું કે, જુવાનીના જોશમાં હું પણ પહેલા સિગારેટ પીવાની લતમાં આવી ગયો હતો.પરંતુ  PM નરેન્દ્ર મોદીએ મને એક જ ટકોર કરી અને મે સિગારેટને જીવનભર માટે ત્યજી દીધી છે.યુવાઓને હાથ જોડીને અપીલ કરવા માંગું છું કે યુવાઓ પણ ડ્રગ્સ ફ્રી ગુજરાતના અભિયાનમાં જોડાય અને રાષ્ટ્ર સેવામાં લાગી જાય. માદક દ્રવ્યો યુવાઓના ભવિષ્યને બદબાર કરી રહ્યું છે.અને આ દૂષણને નાથવા યુવાઓ પણ માદક પદાર્થોની માહિતી પોલીસ સુધી પહોંચાડે ત્યારે જ આપણે, આપણા યૌવનને સાકાર કરી શકીશું.

 

The post કેફી અને નશાકારક પદાર્થની માહિતી આપનારને અપાશે ઇનામ appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here