સગીર વયની કિશોરીએ પોતાના પિતા સહિત 28 લોકો સામે દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ મુક્યો

0
86
યુપીમાં સગીર વયની કિશોરીએ પોતાના પિતા સહિત 28 લોકો સામે દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ મુક્યો છે. આ ફરિયાદના આધારે લલિતપુર પોલીસે 28 લોકો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓના લિસ્ટમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ વાદી પાર્ટીના નેતાઓનો પણ સમાવેશ થાય છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે હું છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા પિતાએ મને પોર્ન વિડિયો બતાવીને શારીરિક સબંધ બાંધવા માટે કહ્યુ હતુ. જોકે મેં આવુ કરવાનો ઈનકાર કરી દીધો હતો. એ પછી મારા પિતા મને નવા કપડા ખરીદવાની અને ગાડી ચલાવવાનુ શીખવાડવાની લાલચ આપીને મોટર સાયકલ પર લઈ ગયા હતા અને મારી સાથે ખેતરમાં રેપ કર્યો હતો. સાથે સાથે ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહી તો જાનથી મારી નાંખીશ.

તેણે એવો પણ આરોપ મુક્યો છે કે, પિતાએ એક દિવસ મને હોટલમાં લઈ જઈને નશીલો પદાર્થ ખવડાવીને એક મહિલાને સોંપી દીધી હતી. આ મહિલાએ મને એક રૂમમાં બેસાડી દીધી હતી. થોડી વાર પછી રૂમમાં એક વ્યક્તિ આવ્યો હતો. તે દરમિયાન હું બેહોશ થઈ ચુકી હતી. હોશ આવ્યા ત્યારે મારા કપડા અને જૂતા અસ્તવ્યસ્ત હતા. મારા પેટમાં દુખાવો થઈ રહ્યો હતો.

એ પછી મારા પર રેપનો સિલસિલો ચાલુ રહ્યો હતો. હોટલમાં દરેક વખત નવા વ્યક્તિએ મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. હું મારા મામાના ઘરે ગઈ ત્યારે પિતરાઈઓએ પણ મારી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. મારી દાદીએ ઘટનાને દબાવી દીધી હતી. પોલીસનુ કહેવુ છે કે, આ બહુ સંવેદનશીલ મામલો છે અને તેને અમે ગંભીરતાથી લઈ રહ્યા છે.

13 જુલાઈ 2021ના રોજ કાકાની દિકરીના લગ્ન થયા ત્યાં તેને વેચવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્લાનિંગ સંપૂર્ણ રીતે ફેલ થઈહતી. આઠ ઓગસ્ટના રોજ તેના કાકાનું દેહાંત થયું ત્યારે પણ તે ત્યાં ગઈ હતી. ત્યાં તેની માતા સાથે પણ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, કિશોરીના કહેવા મુજબ તેની સાથે વર્ષોથી આ ઘૃણાસ્પદ કામ કરવા વાળાઓમાં તેના પરિવારના 9 લોકો પણ શામેલ હતા. પોલીસે આ મામલામાં તમામ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધી લીધી છે, કિશોરીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યા પછી કોર્ટમાં તેનું નિવેદન આપવાની તૈયારી કરી લીધી છે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here