કાલોલ આધાર મોલ મા છેતરપિંડી કરનાર બે ઈસમો ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડયા

0
11
પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ રેફરલ હોસ્પિટલ સામે આવેલા આધાર મોલ માં તારીખ ૨૧/૦૯ ના રોજ બપોરે સફેદ કલરની નંબર વગરની કારલઈને ડિલાઇટ પાસે પેટ્રોલ પંપ પરથી આવી છે તેવી ઓળખાણ આપી કેશિયરને વિશ્વાસમાં લઇ મેનેજર નો એકાઉન્ટ નંબર મેળવી રૂપિયા ૨૫ હજાર ઉપરાંતનો ઘરગથ્થુ સામાન મોલમાંથી ખરીદી કારમાં મુકાવી એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા વગર ફરાર થઈ ગયા હતા જે અંગેની ફરિયાદ મોલ ના કેશિયર દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી આધાર મોલ ના સીસીટીવી ફૂટેજ ના આધારે કાલોલ પોલીસ દ્વારા ફૂટેજ પોલીસ ગ્રુપ મા વાઈરલ કરતા નડીઆદ ટાઉન પોલીસ દ્વારા ફૂટેજ માં દેખાતા બન્ને શખ્શો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે કાલોલ પોલીસ ને સોંપતા કાલોલ પોલીસે (૧) ચિંતન કુમાર ઊર્ફે દેવરાજ વસંતભાઈ ગઢવી ઉ.૨૪ રે રામોદકી બાપુની વાડી તા.પેટલાદ અને (૨) રવિકુમારઉર્ફે પિન્ટુ મનુભાઈ ગઢવી ઉ. વ.૩૩ રે.
રામોદકી બાપુની વાડી તા.પેટલાદ ની અટકાયત કરી વધુ પુછપરછ કરી તપાસ હાથ ધરી છે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here