હાલોલ:-ચોકસીબજારમાં સોની વેપારીની નજર ચુકવીને ઠગટોળકી 4,56,000ના સોનાના દાગીના લઈ રફુચકકર

0
69
પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિર દાઢી.

હાલોલ ની મધ્યમાં આવેલ ચોક્સી બઝારમાં સોના ચાંદી ની દુકાન ધરાવતા દુકાનદાર ને ત્યાં ગ્રાહક ના સ્વાગ રચી અજાણ્યો એક પુરુષ અને કેટલીક મહિલાઓ આવી આ ટોળકી એ દુકાનદાર ની નજર ચૂકવી 152 ગ્રામ સોના ના દાગીના નું પેકેટ રુપિયા 456000/- નું તફડાવી ગેંગ પલાયન થઈ જતા દુકાન માલીકે પોતાના દુકાન માં ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે દુકાન માં લાગેલ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયેલ ચોર ટોળકી ને પકડવાના ચક્રો ગતિમાન કાર્ય છે.હાલોલ નગર ના મુખ્ય બજાર માં આવેલ સચિન જવેલર્સ નામ ની દુકાન ધરાવતા સચિન ગોપાલભાઈ સોની ઉ.વ. 40 રહે. નર્મદાનગર ,કંજરી રોડ હાલોલ. ના ઓ તા.10 મી ઓક્ટોબર ના રોજ તેના પિતા ગોપાલ ભાઈ અંબાલાલ સોની.અને નોકર ગોપાલ હંસાજી મારવાડી સવારે નિત્ય ક્રમ મુજબ સવારે 9.00 કલાકે સચિન જ્વેલર્સ દુકાન ખોલી હતી. અને સોનાનો વેપાર ધંધો કરતા હતા. બપોર ના 3.00 થી 3.30 વાગ્યાના સમય ગાળા દરમિયાન અજાણ્યો એક પુરુષ અને કેટલીક સ્ત્રીઓ સોના ચાંદીના દાગીના ખરીદવા માટે આવ્યા હતા. અને ચાંદીના વેઢ બતાવો તેમ કહેતા ફરિયાદી સચીનભાઈ વેઢ બતાવતા હતા.જયારે તેના પિતા ગોપાલભાઈ અન્ય ગ્રાહક ને દાગીના બતાવતા હતા. દરમિયાન એક મહિલા એ નોકર પાસે પાણી માંગતા ગોપાલ પાણી લેવા ગયો હતો. તે દરમિયાન ફરિયાદી સચિન બેગ લેવા પાછળ ફરતા આ સમયે નજર ચૂક નો લાભ લઇ ચોર ઇસમે બેઠક પર મૂકેલ 152 ગ્રામ સોના નું પેકેટ તફડાવી લીધું હતું. અને થોડી વાર માં જ એકએક કરી તમામ દુકાન માંથી બહાર જતા રહ્યા હતા. થોડી વાર પછી પિતા ગોપાલ ભાઈ સોનાનું પકેટ બેઠક ઉપર મુકેલ કયા ગયુ ? જેથી દારૂકાં માં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા માં તપાસ કરતા ગ્રાહક ના સ્વાગ માં આવેલ ચોર ટોળકી ચિલ ઝડપ કરી પેકેટ લઈ ગયા હોવાનું માલુમ પડતા બજાર માં હાહાકાર મચી જતા જવા પામી હતી. બનાવ ની જાણ ચોક્સી બજારમાં વાયુવેગે ફેલાતા મોટી સંખ્યા માં લોકટોળા ભેગા થઈ ગયા હતા. ચોર ટોળકી એ દુકાન માંથી ઉઠાંતરી કરેલ પેકેટમાં સોનાની નાની લક્કી નંગ 16. જેનું વજન 80 ગ્રામ. છોકરા ના કાલા મણકાના નજરીયા નંગ 15 જેનું વજન 79 ગ્રામ, 152 ગ્રામ સોનુ જેની કિંમત 456000/- થાય તે પેકેટ ગ્રાહક ના સ્વાગ રચી આવેલ ચોર ટોળકી એ દુકાનદાર ની નજર ચૂકવી. પેકેટ તફડાવી પલાયન થઇ ગયા હતા. જે અંગે દુકાન માલીક સચીને હાલોલ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરિયાદી ની દુકાન તેમજ ચોક્સી બજાર માં લાગેલ અન્ય દુકાનો માં લાગેલ સીસીટીવી કેમેરા ની ફૂટેજ મેળવી ચોર ટોળકી ને પકડવાના ચક્રો ગતિમાન કાર્ય છે. ઉલ્લેખનીય છે કે છે કે હાલોલ સોની બજાર માં છેલ્લા છ મહિના દરમિયાન ચિલ ઝડપ સહિત ચોરી ના આઠમોં બનાવ બન્યા છે. જેને લઇ ચોક્સી બઝાર સહીત નગર ના રહીશો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જોવું રહ્યું કે પોલીસ ને આ બનાવ માં કેટલી સફળતા મળે છે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here