હડીયાણામા નવદુર્ગાની આરાધનામા સાંસદ દ્વારા જગદંબા સ્વરૂપ બાળાઓને અનેરૂ પ્રોત્સાહન

0
16
હડીયાણામા નવદુર્ગાની આરાધનામા સાંસદ દ્વારા ગરબીની જગદંબા સ્વરૂપ બાળાઓને અનેરૂ ભાવમય પ્રોત્સાહન

 

જામનગર ( ભરત ભોગાયતા)

હડિયાણા ગામે નવરાત્રિ મહોત્સવ
2021 દરમ્યાન ગરબા ની રમઝટ બોલાવી રહ્યા છે. નાની 6 વર્ષ થી 12 વર્ષ સુધી ની બાળા ઓ જ ગરબે રમવા માટે મજૂરી છે. અને ગામમાં 5 ધાર્મિક સ્થળો પર નવરાત્રિ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે. તેમાં શ્રી ખભલાવ કુમારિકા ગરબા મંડળ..શ્રી હરસિધી કુમારિકા ગરબા મંડળ..શ્રી અંબિકા કુમારિકા ગરબા મંડળ..શ્રી નવદુર્ગા કુમારિકા ગરબા મંડળ..શ્રી ખોડિયાર કુમારિકા ગરબા મંડળ આમ આ પાંચ જગ્યાએ દશ દિવસ સુધી કુમારિકાઓ ગરબે રમે છે. અને આ બધી જગ્યાએ પ્રાચીન.અર્વાચીન દેશી ગરબા ઉપર જ ગરબે રમવાનું છે. ના ડીજે ઉપર રમવાનું નથી.. માતાજીના ગુણગાન સાથે ગરબા ની રમઝટ બોલાવી હતી. અને ગ્રામજનો ગરબા જોવા માટે દરેક ગરબા મંડળ ઉપર જાય છે. રાસ ગરબા ની ઝલક મેળવી ને ખુશખુશાલ બની જાય છે.. અને તમામ ગરબા મંડળો સરકાર શ્રી તરફથી જે નિયમ અનુસાર પાલન કરી ને ગરબે રમી રહ્યા છે.દરેક ગરબા મંડળ ને આશરે 70 થી 80 જૂની વર્ષ થી શરૂઆત થઇ છે.શ્રી ખભલાવ માતાજીના મંદિર ખાતે નવરાત્રિ ના આઠમાં નોરતા ના દિવસે નવચંડી હોમહવન અને નવમા નોરતે શ્રી નવદુર્ગા માતાજીના મંદિર ખાતે અને દશામાં નોરતે એટલે કે દશેરા ના દિવસે શ્રી હરસિઘી માતાજીના મંદિરે પણ નવચંડી હોમહવન કરવામાં આવે છે.ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હોમહવન ના દર્શન કરવા ઉમટી પડે છે.

નોંધપાત્ર છે કે દર વર્ષની જેમજ જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ એ હડીયાણામા આ નવરાત્રી ઉત્સવમા આરાધના કરતી જગદંબા સ્વરૂપ બાળાઓને સ્વ.હેમતભાઇ રામભાઇ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આ ટ્રસ્ટ ના નેજા હેઠળ અનેરૂ પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ

 

પરક વિગતો — તસવીર
શરદ એમ.રાવલ.. હડિયાણા..

bgb 8758659878

 

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here